વીસ લાખના તોડ મામલે શ્વેતા જાડેજા અંતે સસ્પેન્ડ

આગામી સપ્તાહે સુનાવણી થશે

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૦
બળાત્કાર કેસના આરોપી અને જીએસપી ક્રોપ સાયન્સના એમડી પાસેથી રૂ. ૩૫ લાખનો તોડ કરવા મામલે પકડાયેલ આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને રાજય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી છે. આમ અત્યાર સુધીમાં સૌથી મોટી રકમનો તોડનો મહિલા પીએસઆઈ ઉપર આક્ષેપો થયા છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઈ શ્વેતા જાડેજા સાથે સતત વાતો કરનાર ડીવાયએસપીનો પોલીસ બેડામાં આજે ચર્ચાનો વિષય બન્યો હતો.બીજી તરફ મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીની આગામી સપ્તાહે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પીએસઆઈ શ્વેતા જાડેજાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવી છે, ફરિયાદ મોડી કરવા અંગે કોઇ જ કારણ આપવામાં આવ્યું નથી, મે લાંચ લીધી હોય તેવો એક પણ પુરાવો નથી, ફરિયાદમાં ફરિયાદીએ ૧૫ લાખ બેંકમાંથી ઉપાડ્યાનું જણાવ્યું છે, જ્યારે આંગડિયા પેઢીમાં ૨૦ લાખ મોકલવાનું કહ્યું છે, તો વધારાના પાંચ લાખ ક્યાંથી લાવ્યા તેનો કોઇ જ ખુલાસો નથી, આખીય ફરિયાદ ખોટી છે, મે ફરિયાદીની પાસાની ભલામણ કરી જ દીધી હતી, આખીય ફરિયાદ ખોટી રીતે ઉભી કરી ફસાવી દેવામાં આવી છે, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે, પોલીસ અધિકારી છું તેથી ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, સુપ્રીમ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદા જોતા જામીન મળવાપાત્ર છે, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope