લાઈફ સેવિંગ ઈન્જેક્શન બ્લેક માર્કેટમાં ૩ ગણા ભાવે વેચાયા

કોરોનામાં લાઈફ સેવિંગ ઈન્જેક્શનમાં ધૂમ નફાખોરી

કેમિસ્ટને પણ આ ઈન્જેક્શન મળતા ન હોઈ તેઓ પણ દર્દીઓના સગાઓની સામે લાચાર બની જતાં હોય છે

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૯
દેશ અને દુનિયાભરમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. હજુ સુધી તેની કોઇ રસી શોધાઈ નથી પરંતુ કોરોનાના દર્દીઓ માટે લાઇફ સેવીંગ કહી શકાય તેવા ઇન્જેક્શન ટોસીલીઝૂમેબ તથા રેમેડિસીવીર ચોક્કસ બજારમાં ઉપલબ્ધ છે. હવે તંત્રની નિષ્ફળતા ગણાય કે મેડિકલ માફિયાઓની મોનોપોલી. આ ઇંજેક્શન તમને બજારમાં મળશે જ નહીં. જો ઇન્જેક્શન લેવું હોય તો કાળાબજારિયાઓ પાસે ત્રણથી ચાર ગણી કિંમત આપીને ખરીદ્યા વગર તમારે છૂટકો જ નથી. હવે આ લાઇફ સેવિંગ ઇન્જેક્શન સીધા ડ્રગ વિભાગ દ્વારા જે તે હોસ્પિટલ અને સેન્ટર પર ફાળવવામાં આવે છે તો તેના કાળા બજાર કેવી રીતે શક્ય બન્યા તે જ મોટો પ્રશ્ન છે. કોરોનાનો શિકાર બનેલા દર્દી જ્યારે ક્રિટિકલ પરિસ્થિતિમાં મુકાતો હોય છે ત્યારે તેને ટોસીલીઝૂમેબ તથા રેમેડિસીવીરનો ડોઝ આપવાથી તેની બચવાની સંભાવના ઘણી બધી વધી જતી હોય છે.જેને કારણે જે તે દર્દીને સારવાર આપતા તબીબો આ ઇંજેક્શન લાવવા માટે તેનાં સ્વજનને લખી આપતા હોય છે. હવે પોતાના સ્વજનો જીવ બચાવવા માટે પરિવારજનો પૈસા ખર્ચવાની તૈયારી હોવા છતાં આ લાઇફ સેવિંગ ઇન્જેક્શન મેળવી શકતા નથી. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશ પટેલના જણાવ્યા મુજબ લાઇફ સેવીંગ ઇન્જેક્શન અમદાવાદમાં તથા ગુજરાતમાં જેટલા ની જરૂર હોય છે તેના પાંચમા ભાગના માંડ આવતા હોય છે.જેને કારણે તેની સીધી ફાળવણી ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. યોગેશભાઈ ને ફરિયાદ છે કે ખુદ કેમિસ્ટ એસોસિયનના સભ્યોને પણ જો આ ઇંજેક્શન ની જરૂર હોય તો તેમને તે ઇન્જેક્શન મળી જશે તેની ખાતરી આપી શકાતી નથી. હવે આ પરિસ્થિતિની બીજી બાજુ એવી પણ છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયા આપીને માલેતુજાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તેમને આ લાઇફ સેવિંગ ઇન્જેક્શન સરળતાથી મળી જાય છે જોકે તે ઇન્જેક્શન કેટલા રૂપિયામાં મળ્યું તેની કોઈ ગણતરી હોતી નથી. જો કોઈ દર્દીના સ્વજન ઇન્જેક્શન લેવા નીકળે તો તેમણે મેડિકલ સ્ટોર અને ડ્રગ ડેપોના ધક્કા ખાધા બાદ જો કોઈ ની લીંક દ્વારા કાળાબજારિયા નો સંપર્ક થઈ જાય તો તેમને આ ઇંજેક્શન ત્રણ – ચાર ગણા ભાવે મળી શકે છે. જો કે એક તરફ આ મહામારીમાં હોસ્પિટલો અને કોરોના ની ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરનાર લોકોને દંડ કરવામાં આવી રહ્યા છે તો આ લોકોની જિંદગી સાથે રમત કરતા કાળાબજારિયાઓ સામે ક્યારેય પગલાં લેવાશે? તેને લઈને કેમિસ્ટ અને તબીબોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જે રીતે કોરોના માં લાઇફ સેવિંગ ઇન્જેક્શન ટોસીલીઝૂમેબના કાળા બજાર થઈ રહ્યા છે તેમાં સામાન્ય દર્દીઓ તો ઠીક પરંતુ મેડિકલ સ્ટોર ધારકો પણ પરેશાન છે. કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો ના જણાવ્યા મુજબ તાજેતરમાં જ એક કેમિસ્ટને ટોસીલીઝૂમેબની જરૂર હતી તેણે બજારભાવે ઇન્જેક્શન મળી જાય તેના માટે ખૂબ જ વલખાં માર્યા પરંતુ તેને તે ઇન્જેક્શન મળ્યું ન હતું આખરે તેણે એક કાળાબજારિયા પાસેથી ઇન્જેક્શનના જે બજાર કિંમત ૩૩ કે ૩૪ હજાર રૂપિયા છે તેના બદલે ૯૦ હજાર રૂપિયા આપીને ખરીદવું પડ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે દવાકંપનીઓ લાઇફ સેવિંગ ઇન્જેક્શન ટોસીલીઝૂમેબ તથા રેમેડિસીવીરનો સ્ટોક જરૂર પ્રમાણમાં પૂરો પાડી શકતી નથી. જેને કારણે સામાન્ય દર્દીઓ તો ઠીક પરંતુ મેડિકલ સ્ટોર ધારકોને પણ આ દવા માટે વલખા મારવા પડે છે. દવાનો સપ્લાય ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા સીધો જ કરવામાં આવતું હોવાના દાવા થઇ રહ્યા છે પરંતુ આ દવા હજુ સુધી બજારમાં સરળતાથી નથી મળતી તે વાસ્તવિકતા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope