રાજ્યમાં કોરોના પોઝિટિવના ૭૮૩ કેસ : ૧૬ દર્દીના મોત

રાજ્યમાં એક્ટીવ કેસ ૯૦૦૦ ને પાર ૯૧૧૧ થયા

કુલ સંક્રમિતોનો આંક ૩૮ હજારને પાર, કુલ મૃત્યુ ૧૯૯૫

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૮
રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝીટીવ કેસ ૭૦૦ ને પાર થઇ ૭૮૩ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૩૮ હજારને પાર થઇ ૩૮૪૧૯ થયો છે.રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૯૫ થયો છે.રાજ્યમાં આજે ૫૬૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરાતા કુલ ડીસ્ચાર્જ થવાનો આંકડો ૨૭ હજારને પાર થઇ ૨૭૩૧૩ થયો છે.જેમાં ૬૯ દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને ૯૦૪૪ દર્દી સ્ટેબલ છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦૩૪ ટેસ્ટ કરવામાં આવતા ૭૮૩ દર્દીઓ કોરોનાના નોંધાયા હતાં.સતત પાંચ દિવસ થી ૭૦૦ ને પાર આવતા કેસોને લીધે કોરોનાના પાંચ દિવસમાં ૩૬૦૦ થી વધુ કેસ નોંધાયા હતાં. જે આરોગ્ય ની ગંભીર સ્થિતિ હોવાનું જણાવી રહ્યું છે. રાજ્યમાં આજે કોવિડના કારણે ૧૬ મૃત્યુ થયા હતાં.જેમાં અમદાવાદ કોર્પોરેશન-૫,સુરત કોર્પોરેશન-૩ અને ગ્રામ્યમાં -૨,રાજકોટ કોર્પોરેશન-૩,અમરેલી જામનગર અને મોરબીમાં ૧-૧ મોત નોંધાયા છે.અમદાવાદ શહેરમાં-૧૪૯ અને ગ્રામ્યમાં ૭ સાથે ૧૫૬ કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે.આ સાથે શહેરમા કોરોનાથી કુલ સંક્રમિતોનો આંકડો ૨૨૪૧૮ થયો છેે.શહેરમાં વધુ ૫ મોત થયા હતાં.મૃત્યુઆંક ૧૫૦૦ ને પાર થઇ ૧૫૦૧ થયો છે.સુરત શહેરમાં આજે વિક્રમી ૨૭૩ કેસ નોંધાયા હતાં .જેમાં સુરત શહેરના ૨૧૫ અને ગ્રામ્યના ૫૮ કેસોનો સમાવેશ થાય છે.આ સાથે સુરતમાં કોરોનાથી કુલ સંક્રમિતોનો આંકડો ૬૭૩૧ થયો છે. આજે વધુ ૫ મોત થતા ૧૯૬ કુલ મોત સુરતમાં થયા છે. વડોદરા શહેર ૪૪ અને ગ્રામ્યમમાં ૧૨ અને કુલ ૬૭ કોરોના પોઝીટીવના ૨૪ કલાકમાં કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમીતનો કુલ ાંકડો ૨૭૬૮ થયો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ૮ અને ગાંધીનગર શહેર ૧૧ સાથે કુલ ૧૯ દર્દીો કોરોનાના નોંધાયા છે. આ સાથે ગાંધીનગરમાં કુલ સંક્રમીતનો ાંકડો ૭૭૩ થયો છે. રાજ્યના ૮ કોર્પોરેશન ્ને ૩૦ જિલ્લામાં કોવિડ-૧૯ના કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ કોર્પોરેશનમાં ૨૬ અને જિલ્લામાં ૧૩ સાથે ૩૯ કોરોનાના કેસો થયા છે. વલસાડમાં ૨૭ કેસો નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરુચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫, નવસારી ૧૪, ભાવનગર કોર્પોરેશનમાં ૧૨ અને ભાવનગરમાં ૭ કેસ, ખેડા ૧૧, કચ્છ ૧૦, જામનગર કોર્પોરેશન ૮ અને જામનગરમાં ૧, સાબરકાંઠા અને અમરેલીમાં ૭-૭, જુનાગઢ કોર્પોરેશન ૭ અને જુનાગઢમાં ૪ કેસ, આણંદ ૫, પાટણ, મહીસાગર, નર્મદા અને ગીર સોનાથ ૪, મોરબી અને ડાંગ ૩-૩, અરવલ્લી ૨, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર અને તાપીમાં ૧ કોરોનાના કેસ ૨૪ કલાકમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૩૮૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે કુલ ૨૮૯૦૫૧ વ્યક્તિોને ક્વોરેન્ટાીન કરવામાં આવ્યા છે જે પૈકી ૨૮૫૭૦૭ વ્યક્તિો હોમ ક્વોરન્ટાઈન છે અને ૩૩૪૪ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૮
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૭૮૩ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૨૧૫
અમદાવાદ કોર્પોરેશન ૧૪૯
વડોદરા કોર્પોરેશન ૫૫
સુરત ૫૮
રાજકોટ કોર્પોરેશન ૨૬
દાહોદ ૧૮ ભરુચ ૧૬ સુરેન્દ્રનગર ૧૬ મહેસાણા ૧૫ બનાસકાંઠા ૧૫ નવસારી ૧૪ રાજકોટ ૧૩ ભાવનગર કોર્પોરેશન ૧૨ વડોદરા ૧૨ ગાંધીનગર ૧૧ ખેડા ૧૧ કચ્છ ૧૦ ગાંધીનગર કોર્પોરેશન ૮ જામનગર કોર્પોરેશન ૮ સાબરકાંઠા ૮ જુનાગઢ કોર્પોરેશન ૭ અમદાવાદ ૭ ભાવનગર ૭ અમરેલી ૭ આણંદ ૫ પાટણ ૪ મહીસાગર ૪ નર્મદા ૪ ગીર સોમનાથ ૪ જુનાગઢ ૪ મોરબી ૩ ડાંગ ૩ અરવલ્લી ૨ પંચમહાલ ૧ બોટાદ ૧ છોટાઉદેપુર ૧ જામનગર ૧ તાપી ૧ કુલ ૭૮૩

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope