માસ્ક પહેરીને બે શખ્સોએ સોનીને ત્યાંથી ચોરી કરી

માસ્કનું પ્રોટેક્શન , ચોરને નો ટેન્શન

વાડજમાં એક સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાએ માસ્ક પહેરવાના કાયદાનો ફાયદો ઉઠાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૮
અત્યાર સુધીમાં એવી ઘટનાઓ સામે આવતી હતી કે તસ્કરો કે લૂંટારુઓ હેલ્મેટ પહેરીને કે મોઢે રૂમાલ બાંધીને ચોરી કે લૂંટને અંજામ આપતા હતા. પણ કોરોનાના કારણે માસ્ક પહેરવું એકતરફ ફરજીયાત કરાયું છે ત્યારે તેનો ગેરલાભ આ ગઠિયાઓ લઈ રહ્યા છે. વાડજમાં એક સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાઓ એ માસ્ક પહેરીને ચહેરો ન દેખાય તેમ નજર ચૂકવીને દાગીના ચોરી કરી નાસી ગયા હતા. નવા વાડજમાં રહેતા ચંદ્રકાન્ત ભાઈ સોની નવા વાડજમાં વેનિસ સોસાયટી બહાર દાગીના રીપેર કરવાની દુકાન ચલાવે છે. મંગળવારે બપોરે તેમની દુકાનમાં બે લોકો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. એક શખ્શે કાળા કલરનું અને એક શખશે ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું. તેમાંના એકએ સોનાની ચેન બનાવડાવવાની વાત કરી મજૂરી કેટલી થશે તેમ પૂછ્યું હતું. બાદમાં અન્ય એક શખશે સોનાની ચેન જોવા માંગી હતી. તેમાંથી એક ચેન પસંદ કરી ૩૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને ત્યાંથી પત્નીને લઈને આવું છું. તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં સોનાની ચેન પાછી ડ્રોઅરમાં ચંદ્રકાન્ત ભાઈ મુકવા ગયા ત્યારે બે ચેન ઓછી જણાઈ હતી. જેથી ચંદ્રકાન્ત ભાઈને જાણ થઈ ગઈ કે, આ બંને ગઠિયાઓ માસ્ક પહેરીને ઓળખાય નહિ તેમ ૭૦ હજારની મતાની બે ચેન ચોરી કરી ફરાર થઈ ગયા છે. જેથી વાડજ પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદ નોંધી આવા બે ગઠિયાઓ શોધખોળ હાથ ધરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope