ભારતમાં કોરોનાની સામે જંગ જીતવા વેકસિન જ માત્ર ઉપાય

હર્ડ ઈમ્યુનિટી બચાવનો વિકલ્પ નથીઃ કેન્દ્ર સરકાર
૪થી જૂન સુધી એક લાખ લોકો સાજા થયા અને ૩૦મી જુલાઈ સુધીમાં ૧૦ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના મત મુજબ જનસંખ્યા અને સ્કેલને જોતા ભારતમાં કોરોના વાયરસથી બચાવ માટે હર્ડ ઈમ્યુનિટી પર આધાર રાખી શકાય તેમ નથી. દેશને કોવિડ-૧૯ના સામેનો જંગ જીતવા માટે વેકસિન આવવાની રાહ જોવી જ પડશે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ કોરોનાના સંક્રમણથી અત્યાર સુધીમાં ૧૦ લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તે એક મોટી સિધ્ધિ છે. તેમણે વધુમાં કહ્યુ કે ૪થી જૂન સુધી લગભગ એક લાખ લોકો સાજા થયા અને આજે ૩૦મી જુલાઈએ સવાર સુધીમાં ૧૦ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. ડોકટર્સ, નર્સ, હેલ્થ વર્કર્સએ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. ભારત જેવા દેશમાં મર્યાદિત સાધનો હોવા છતાંય આટલી મોટી સિધ્ધિ મળી છે. તેની સાથે મંત્રાલયે વધુમાં જણાવ્યુ કે જ્યાં સુધી વેકસિન નહીં આવે ત્યાં સુધી સતર્ક રહેવું પડશે. કોરોના સામેના જંગમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણામાં સૌથી વધુ હેલ્થ કેયર વર્કરએ જીવ ગુમાવ્યો છે. દેશના ૨૧ રાજ્યોમાં કોરોના પોઝીટીવિટી રેટ ૧૦ ટકાથી ઓછો છે, જે એક સપ્તાહની સરેરાશના આધાર પર છે. જે સારી વાત છે. તો ૨૪ રાજ્યોનો મૃત્યુ દર દેશના મૃત્યુ આંક દરથી ઓછો છે. જ્યારે ૧૬ રાજ્યોમાં દર્દીઓનો સાજા થવાનો દર દેશના રિકવરી રેટથી પણ વધારે છે. આ રાજ્યોમાં દિલ્હીનો રિકવરી રેટ ૮૮ ટકા, લદ્દાખ ૮૦ ટકા, હરિયાણા ૭૮ ટકા, આસામ ૭૬ ટકા, તેલંગાણા ૭૪ ટકા, તામિલનાડુ અને ગુજરાત ૭૩ ટકા, રાજસ્થાન ૭૦ ટકા, મધ્યપ્રદેશ ૬૯ ટકા અને ગોવાનો રિકવરી રેટ ૬૮ ટકા છે. કોરોનાથી થનારા મૃત્યુનો દર ૨.૨૧ ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે થનારા મૃત્યુનો દર હાલ ૨.૨૧ ટકા છે. કોવિડ-૧૯ના કેસોમાં ભારત વિશ્વભરમાં સૌથી ઓછા મૃત્યુ દર ધરાવતા દેશોમાંથી એક છે. દેશના ૨૪ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણ મૃત્યુ દર રાષ્ટ્રીય દરથી પણ ઓછો છે. આસામ, કેરળ, ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ગોવા અને ઝારખંડમાં મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો છે.
ભારતમાં દરરોજ ૩૪ હજાર સાજા થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, તા. ૩૦
મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં દરરોજ લગભગ ૩૪ હજાર કોરોનાના ચેપગ્રસ્તો સાજા થઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સાજા થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસોની સંખ્યાથી ૧.૯ ગણી વધારે છે. કોરોના વોરિયર્સની નિષ્ઠાપૂર્વકની કામગીરીના કારણે મૃત્યુ દર પણ સતત ઘટી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જૂનમાં આ દર ૩.૩૩ ટકા હતો, જે હવે ઘટીને ૨.૨૧ ટકા પર પહોંચી ગયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope