બ્લાસ્ટના આરોપીને સારવાર આપવા કોર્ટે આદેશ આપ્યો

આરોપીને પરિવાર સાથે વાત કરવા મંજુરી

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૦
અમદાવાદમાં વર્ષ ૨૦૦૮માં થયેલા સિરીયલ બ્લાસ્ટ કેસમાં આરોપી અબ્લાસ ઉમર સમેજાની આંખમાં રાતના સતત પાણી પડતુ હોવા છતા સાબરમતી જેલમાં આંખના કોઈ ડોકટર આવતા નથી.જેથી સારવાર અપાવવા માટે દાદ માંગી હતી.જે બ્લાસ્ટ કેસના ખાસ જજ એ.આર.પટેલે ગ્રાહ્ય રાખીને જેલ સત્તાવાળાઓને આંખના નિષ્ણાત ડોકટર મારફત સારવાર આપવા હુકમ કર્યો છે. જયારે આરોપી મોહંમદસફી અબ્દુલબારી અંસારીની બે સગા મામા કોરોના લીધે ઈન્દોરમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા ચાર માસથી કોઈ જેલ મુલાકાત આવી શકતુ નથી. આરોપીના માતા-પિતા નહીં હોવાથી ઘરના વડીલ મામા જ હતા જેથી મામાના ઘરના સભ્યોને સાંત્વાના આપવા માટે વીસ-વીસ મિનીટ વાત કરવા માટે મજૂંરી આપવા દાદ માંગી હતી.જેમાં કોર્ટે સાબરમતી જેલ સત્તાવાળાઓને આરોપીની બન્ને મામાના ઘરે દસ-દસ મિનીટ વાત કરવા માટે મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ કેસમાં હાલ આરોપીઓના વધારાના નિવેદન લેવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. ૨૦૦૮માં અમદાવાદમાં ૨૫ જગ્યાએ થયેલા બ્લાસ્ટ અને સુરતમાં ૧૫ જગ્યાએ બ્લાસ્ટનું કાવત્રુ રચવાના અંગે પોલીસે કુલ ૭૮ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ૫૫ જેટલા આરોપીઓ હાલ સાબરમતી જેલમાં છે. જયારે ૧૧ જેટલા આરોપી એમપીની ઈન્દોર જેલમાં અને બાકીના આરોપીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેલમાં છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope