પાકિસ્તાન ટીમને સ્પોન્સર કરવા કોઈ તૈયાર થતું નથી

ક્રિકેટર્સના ડ્રેસ પર આફ્રિદીનું નામ લખાશે

પીસીબી સ્પોન્સર શોધવામાં નિષ્ફળ : હવે શાહીદ આફ્રિદી ફાઉન્ડેશન અને બીજા કેટલાક લોગો સાથે મેદાનમાં ઉતરશે
(સંપૂર્ણ સમાચાર સેવા) લંડન, તા. ૧૦
કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. પોતાનો જીવ દાવ પર લગાવીને કોરોના વાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઘણી શરમજનક ખબર છે. પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે કોઈ સ્પોન્સર મળ્યું નથી અને આ કારણે હવે આ ટીમે શાહિદ આફ્રિદીના ફાઉન્ડેશનનો લોગો ડ્રેસ પર લગાવવો પડશે. બુધવારે બપોરે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડમાં શ્રેણી માટે કોઈ સ્પોન્સર મળી રહ્યું નથી. પીસીબી સ્પોન્સર શોધવામાં નિષ્ફળ રહી હતી અને તે હવે શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન અને બીજા કેટલાક લોગો સાથે મેદાનમાં ઉતરશે.
પાકિસ્તાનને ટીમને સ્પોન્સર ન મળવો ઘણી હેરાન કરનાર ખબર છે. કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે ટીમને કોઈ કંપની સ્પોન્સર કરવા તૈયાર નથી. તમને જણાવી દઇએ કે પાકિસ્તાન ઇંગ્લેન્ડના પ્રવાસે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ પાંચમી ઓગસ્ટએ માન્ચેસ્ટરમાં રમાશે. જ્યારે ટી-૨૦ શ્રેણીની શરૂઆત ૨૮ ઓગસ્ટથી માન્ચેસ્ટરમાં જ થશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope