નાટ્યાત્મકરીતે ધરપકડ બાદ ગેંગસ્ટર વિકાસનું એન્કાઉન્ટર

માતાનો મૃતદેહ સ્વિકારવા ઈનકાર, બનેવીને લાશ સોંપાઈ

મધ્યપ્રદેશથી પોલીસની જીપમાં બેસાડીને લઈ જતી હતી ત્યારે વાને પલટી ખાધી, વિકાસ ભાગવા જતાં એન્કાઉન્ટર

(સંપૂર્ણ સમાચાર સેવા) કાનપુર, તા. ૧૦
જે રીતે નાટ્યાત્મક ધરપકડ થઈ તેવી જ નાટ્યાત્મક પણ વિવાદાસ્પદ ઘટનામાં કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને ખતરનાક ગેંગસ્ટક વિકાસ દુબેનું શુક્રવારે સવારે એન્કાઉન્ટર કરી નાંખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિકાસ દુબે ઉપર આઠ પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપ હતો અને ઘટનાના આશરે ૧૫ કલાક પહેલાં ગુરુવારે તેની ઉજ્જૈનના મહાકાલ મંદિર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તેને લઈને ઉજ્જૈનથી કાનપુર આવી રહી હતી તે સમયે પોલીસ સાથેની અથડામણમાં તે માર્યો ગયો હતો. કાનપુર પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિકાસ દુબેને લઈને કાનપુર આવી રહેલા એસટીએફના કાફલાની જીપ અચાનક પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટ્યા બાદ વિકાસે હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે વિકાસને આત્મસમર્પણ કહ્યું હતું, પરંતુ વિકાસે ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેથી કેટલાક કોન્સ્ટેબલને ઈજા પણ પહોંચી હતી. ત્યાર બાદ પોલીસની જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબેને ગોળી વાગી ગઈ હતી. ભાગતી વખતે પોલીસની ગોળી વાગવાથી હિસ્ટ્રીશીટર વિકાસ ઘાયલ થયો હતો અને થોડીવારમાં તેનું મોત થયું હતું. શુક્રવારે સવારે ૬ઃ૩૦ કલાકે આ એક્સિડન્ટ થયો હતો અને ત્યાં ઉપસ્થિત લોકોના કહેવા પ્રમાણે ગાડી પલટ્યા બાદ તેમણે ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો પરંતુ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
ગાડી પલટી ગઈ તે સમયે ભારે વરસાદ વરસી રહ્યો હતો અને પાછળ મીડિયાની ગાડી હોવાથી એસટીએફની ગાડી ખૂબ જ તેજ ગતિએ ભાગી રહી હતી. ગેંગસ્ટર વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઈને આવી રહેલા એસટીએફના કાફલાની ગાડી પલટી ગઈ હતી અને તે સમયે વિકાસ દુબેએ એસટીએફના અધિકારીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. સચેંડી હાઈવે પર કાફલાની ગાડી અનિયંત્રિત થઈને પલટી હતી અને કાનપુરના બર્રા થાણા ક્ષેત્ર પાસે આ ઘટના બની હતી. અથડામણ બાદ વિકાસના શબને કાનપુરની હૈલટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અને લાલા લજપતરાય હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ માર્યો ગયો હોવાની પૃષ્ટિ કરી હતી. વિકાસનું કાનપુરના પોસ્ટમોર્ટમ કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ બે કલાક ચાલ્યું હતું. તેના મૃતદેહને લેવા પરિવારમાંથી કોઈ આવ્યું નહતું. તેની માતાએ તો પહેલાથી જ ગુનેગાર પુત્રનો મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અંતે પોલીસે વિકાસના મૃતદેહને તેના બનેવી દિનેશ તિવારીને સોંપ્યો હતો.

એક્સિડન્ટ માત્ર વિકાસ બેઠો હતો તે ગાડીને થયો

(સંપૂર્ણ સમાચાર સેવા) કાનપુર, તા. ૧૦
વિકાસને ઉજ્જૈનથી કાનપુર ચાર્ટર્ડ પ્લેનમાં લાવવામાં આવશે તેવી વાતો હતી પણ અચાનક તેને પોલીસ જીપમાં બેલાડીને લઈ આવવામાં આવ્યો હતો. ગુરુવારે સાંજે ઉજ્જૈનથી એમપી પોલીસ વિકાસને ઝાંસી સુધી લઈ ગઈ હતી. પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડીને જ થયો જેમાં વિકાસ બેઠો હતો. વિકાસને જ્યારે ઝાંસીમાં એમપી પોલીસે યુપી પોલીસના હવાલે કર્યો ત્યારે ત્યાં ૧૦ ગાડીઓ તૈયાર હતી. તેમાં એક ગાડીમાં વિકાસને બેસાડવામાં આવ્યો હતો. બાકીની ગાડીઓ આગળ-પાછળ હતી. મીડિયા પણ આ ગાડીઓનો પીછો કરી રહી હતી. ભારે વરસાદ પણ થઈ રહ્યો હતો. આ સંપૂર્ણ કાફલામાં એક્સિડન્ટ માત્ર તે ગાડીનો થયો જેમાં વિકાસ બેઠેલો હતો. પોલીસની બાકી કોઈ ગાડી કે મીડિયાની કોઈ ગાડીને કઈ નુકસાન થયું નથી.

મીડિયા કર્મીઓને દૂર રોકી દેવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા) કાનપુર, તા. ૧૦
પોલીસના કાફલા સાથે જતી મીડિયાની ગાડીઓને રોકવા માટે વચ્ચે અચાનક ચેક પોસ્ટ લગાવી દેવામાં આવી હતી. તેના કારણે મીડિયાની ગાડીઓ પાછળ રહી ગઈ હતી. તે પછી જાણવા મળ્યું હતું કે, વિકાસ દુબે જે ગાડીમાં હતો તે પલટી ખઈ ગઈ છે અને તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. જેના પર ૬૦થી વધારે કેસ હોય, જેણે ૮ પોલીસની હત્યા કરી હોય તેને ગાડીમાં કેમ હાથકડી કેમ નહતી પહેરાવી? તેવો સવાલ પણ થઈ રહ્યો છે. પોલીસની થિયરી એવી છે કે, એક્સિડન્ટ પછી તુરંત વિકાસે પિસ્તોલ છીનવી અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને તેણે જી્હ્લની ટીમ પર ગોળી પણ ચલાવી. પોલીસ તો ઈચ્છતી હતી કે તે સરન્ડર કરી દે, પરંતુ તે ના માન્યો પછી જવાબી કાર્યવાહીમાં તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope