ધોની નિવૃત્તિ અંગે હાલમાં વિચારી નથી રહ્યો : મીહીર

વર્લ્ડકપ ૨૦૧૯ પછી ધોની મેદાન પર નથી ઉતર્યો

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે : દિવાકર

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૦
ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ લેવાની વાત પાછલા કેટલાય સમયથી ચર્ચામાં છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રામાયેલી મેચ પછી ધોની મેદાન પર નથી ઉતર્યો. તેવામાં સતત તેવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે ધોનીએ ક્રિકેટને હંમેશા માટે વિદાય કહી છે કે શું? વળી ચર્ચા થઈ કે આઈપીએલની સાથે તે વાપસી કરશે પણ કોરોના વાયરસના કારણે આઈપીએલ સ્થગિત કરવામાં આવી છે. હવે ધોનીના મેનેજર મિહીર દિવાકર, માહીની નિવૃત્તિને લઇને નવી અપટેડ આપી છે. મિહીર દિવાકરનું કહેવું છે કે ધોની હાલ નિવૃત્તિ મામલે નથી વિચારી રહ્યો. તેમણે ધોની વિશે વાત કરતા કહ્યું કે, એક મિત્ર હોવાના કારણે અમે ક્રિકેટ વિશે વાત નથી કરતા પણ તેમને જોઈને એવું લાગતું નથી કે તે જલ્દી નિવૃત્તિ લે. તે આઈપીએલમાં રમવા માટે તૈયાર છે અને આ માટે તેમણે ખૂબ મહેનત કરી છે. આઈપીએલથી એક મહિના પહેલા તે ચેન્નઈ પહોંચી ગયા હતા. અને લોકડાઉનમાં પણ સતત ધોની પોતાની ફિટનેસને લઈને કામ કરી રહ્યા હતા. હવે રાહ બસ તે વાતની જોવાની છે કે બધુ પહેલા જેવું સામાન્ય થઈ જાય. મેનેજરે એ પણ કહ્યું કે ધોની લોકડાઉન પૂરું થવા પછી ફરીથી પ્રેક્ટિસ શરૂ કરશે. મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડકપના પછી જ તે મેદાનમાં નથી ઉતર્યા. વર્લ્ડકપના ઠીક પછી તે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાના બદલે તે આર્મી ટ્રેનિંગ લેવા કાશ્મીર જતા રહ્યા હતા. ૧૪ દિવસની ટ્રેનિંગ પછી તે ટીમમાં નથી આવ્યા. આ વર્ષે આઈપીએલની સાથે જ તે ફરી ક્રિકેટમાં સક્રિય થયા હતા. બે માર્ચે ધોની અન્ય સાથીઓ સાથે ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યા. ટ્રેનિંગ દરમિયાન તેમના અનેક વીડિયો વાયરલ થયા જેમાં તેમનો શાનદાર ફોર્મ ઉડીને નજરે આવતો હતો. હવે આશા રાખવામાં આવી રહી છે કે ધોની આઈપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope