દીપિકા કક્કડે બનાવેલી કેકના તેની નણંદે ખૂબ જ વખાણ કર્યા

અભિનેત્રી દીપિકા કક્કડ બેકર બની

કોઈપણ પ્રકારના ક્લાસ કે એક્સપર્ટની મદદ લીધા વગર કેક બનાવતા અભિનેત્રીના પરિવારજનો ખુબ ખુશ થયા

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
દીપિકા કક્કડ ટેલેન્ટેડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે એક સારી બેકર પણ છે. એક્ટ્રેસે લોકડાઉન દરમિયાન બેકિંગને થોડું ગંભીરતાથી લીધું હતું અને પોતાના પરિવાર માટે ડિલિશિયસ અને યમ્મી કેક બનાવી હતી. જેને લઈને હવે તેની નણંદે તેના ભરપેટ વખાણ કર્યા છે.
હાલમાં એક્ટ્રેસે બનાવેલી ચોકલેટ કેકની તસવીર શેર કરતાં સબાએ લખ્યું છે કે, ‘આ કેક જુઓ કોણ કહેશે કે આ ઘરે બનાવી છે? તે પણ કોઈપણ પ્રકારના ક્લાસ કે એક્સપર્ટની મદદ લીધા વગર..’ તેણે ઉમેર્યું છે કે, ‘મને યાદ છે લોકડાઉન પહેલા તમે માત્ર સ્પોન્જ કેક જ બનાવતા હતા પરંતુ આ ૨-૩ મહિનામાં તો તમે કમાલ જ કરી દીધી છે. તમારા પર ખૂબ ગર્વ છે ભાભી ‘તમે જે કામ કરો છો તેમાં તમે તમારો જીવ રેડી દો છો’. નણંદે વખાણ કરતાં દીપિકા પણ ખુશ-ખુશ થઈ ગઈ હતી અને સબાની પોસ્ટને રિ-શેર કરી હતી. એક્ટ્રેસે હાલમાં જ પોતાના પતિ શોએબના બર્થ ડે પર ટુ-ટાયર્સ ચોકલેટ કેક બનાવી હતી. જેને પરિવારની દરેક વ્યક્તિએ વખાણી હતી. આ સિવાય તેણે સાસુ-સસરાની એનિવર્સરી પર પણ કેક બનાવી હતી અને છેલ્લે તેણે સુંદર રોઝ પિસ્તાચો કેક બનાવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope