ત્રણ દીવાદાંડીઓને ‘ટુરિસ્ટ હોટસ્પોટ’ તરીકે વિકસાવાશે

ગોપનાથ, દ્વારકા, વેરાવળની દીવાદાંડીને વિકસિત કરાશે

કેન્દ્રિય મંત્રી માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને દીવાદાંડીના ચાલતા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૮
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે હેતુથી ગુજરાતની ૩ સહિત દેશભરની કુલ ૧૯૪ જેટલી દીવાદાંડીઓને મુખ્ય પર્યટન આકર્ષણ તરીકે વિકસિત કરવાની યોજના બની છે. આ માટે તેમણે તાજેતરમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને દીવાદાંડીના ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. શિપિંગ મિનિસ્ટ્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળની દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા માટેની ચર્ચા પણ મંત્રીએ કરી હતી. જે દીવાદાંડી ૧૦૦ વર્ષ કરતાં જૂની છે, તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. માંડવિયાએ કહ્યું કે, ‘આમ કરવાથી દીવાદાંડીઓ અને આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃતિઓને વેગ મળશે તેમજ લોકોને દીવાદાંડીના સમૃદ્ધ ઈતિહાસ વિશે જાણવાની તક મળશે’. અધિકારીઓએ દીવદાંડીઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ જે દીવાદાંડી ૧૦૦ વર્ષ કરતાં જૂની છે તેની ઓળખ કરવાની સૂચના પણ અધિકારીઓને આપી હતી. તેમણે ઈતિહાસ દર્શાવતા મ્યૂઝિયમ ઉભા કરવા માટે અને દીવાદાંડીઓ પર કામ કરવા માટે તેમજ તેની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પર વધારે ભાર મૂક્યો હતો. દીવાદાંડીઓના વિકાસના માસ્ટર પ્લાન મુજબ મ્યૂઝિયમ, એક્વેરિયમ, બાળકો માટે પ્લે એરિયા અને ગાર્ડન જેવા અન્ય મુખ્ય આકર્ષણના કેન્દ્રો પણ હશે. મંત્રીએ પ્રોજેક્ટ પર વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવા માટે અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા. આ બેઠકમાં સેક્રેટરી, શિપિંગ મંત્રાલયના અધિકારીઓ અને લાઈટહાઉસ (દીવાદાંડી)ના ડીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope