ક્રાઈમ ડ્રામા ફિલ્મ ’યારા’નું દમદાર ટીઝર રિલિઝ થયુેં

ફ્રેન્ડશીપ ડે પર દર્શકોને એક ઝલક જોવા મળશે

વિદ્યુત જમવાલ, અમિત સાધ, કેની બસુમતારી, વિજય વર્મા, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા પરદા પર દેખાશે

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
આ વર્ષે ફ્રેન્ડશિપ ડે પર દર્શકોને ૩૦ જુલાઈના દિવસે ’યારા’ની દુનિયાની એક ઝલક જોેવા મળશે. ‘યારા’ ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે દોસ્તીની કહાનીની છે. આ ઉત્તેજક અને રોમાંચકારી ટીઝર એક સાહસી રોલર-કોસ્ટર રાઈડ પર લઈ જાય છે. ટ્રેલરની શરૂઆત ચાર મસ્તીખોર બાળકોથી થાય છે, જે મોટા થઈને સારા મિત્રો બનવાની સાથે-સાથે ગુનાઓમાં પણ ભાગીદાર બની જાય છે. પરંતુ તેની દોસ્તીને જિંદગીની એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. શું તેનો સંબંધ આ મુશ્કેલ પડકારને પાર કરવામાં સફળ રહેશે ?
યારા એક ક્રાઈમ ડ્રામા છે જે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે સ્થાયી દોસ્તીનું પરીક્ષણ કરે છે. ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત, આ સ્ટોરીને ઈતિહાસના એક પાનામાં લપેટવામાં આવી છે. આ મૂળ ફિલ્મ એક રસપ્રદ, ઉત્તેજક અને રોમાંચકારી સ્ટોરી છે, જે નેપાળ-ભારત સરહદની પાર સંઘર્ષ કરતી ચોકડી ગેંગના ૪ દોસ્તોની સફળતા અને અસફળતાની સ્ટોરી છે. ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા દ્વારા ડાયરેક્ટ છે અને અજુરે એન્ટરટેઈનમેન્ટ માટે સુનીર ખેતરપાલ દ્વારા નિર્મિત છે. તેમાં વિદ્યુત જમવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope