કોર્પોરેશનના તંત્રની કમાલ કે આંકડાઓની માયાજાળ?

અમદાવાદમાં કોરોનાના દર્દીનો ડિસ્ચાર્જ રેટ વધ્યો

કોરોના વાયરસના મૃત્યુપાશમાંથી મુક્ત થતા નજરે પડતું અમદાવાદ, ૧૬૭૬૨ દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૦૮
અમદાવાદ શહેરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે તે તંત્રની કમાલ છે કે પછી આંકડાની માયા ઝાળ તેના પર સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ એએમસી જે રીતે આંકડા પ્રસિદ્ધ કરી કહી છે તે પ્રમાણે ડિસચાર્જ રેટ અને કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે . અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ફાઇટ અગેઇન્સ્ટ કોવિડ-૧૯ એક્શન પ્લાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેની કામગીરી , સ્ક્રીનીંગની કામગીરી , નિદાન તેમજ સારવાર બાબતે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. છસ્ઝ્રએ જાહેર કરેલ યાદી પ્રમાણે, અમદાવાદ શહેરમાં આજ દિન સુધી ૨૧,૩૫૭ કેસ સામે ૧૬,૭૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. તો સામે શહેરમાં ૧૪૫૮ દર્દીઓ કોરોના વાયરસ ભરખી ગયો છે. આજ રોજ સુધી માત્ર ૩૧૩૭ દર્દીઓ એએમસી વિવિધ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. શહેરના મધ્ય ઝોન -૨૨૯ , ઉત્તર ઝોન -૪૫૩, દક્ષિણ પશ્ચિમ ઝોન -૪૪૪, પશ્ચિમ ઝોન – ૬૨૨, ઉત્તર પશ્ચિમ ઝોન -૪૭૨, પૂર્વ ઝોન -૪૫૦ , અને દક્ષિણ પશ્ચિમ ઝોન – ૪૬૭ વર્તમાન એક્ટિવ કેસની સંખ્યા છે. છસ્ઝ્રના આંકડા મુજબ સિવિલ હૉસ્પિટલમાં હજુ પણ મૃત્યુ આંક સૌથી ઉપર છે. અસારવા સિવિલ હોસ્પિટલ – ૬૨૧ મોત, એસવીપી હોસ્પિટલ- ૨૨૦ મોત, સોલા સિવિલ-૮૨ મોત, યુએન મહેતા હોસ્પિટલ-૩૦ મોત, જીસીઆરઆઈ હોસ્પિટલ – ૧૦૩ મોત, કિડની હોસ્પિટલ-૬૬ મોત, ઈએસઆઈસી હોસ્પિટલ, બાપુનગર-૪ મોત, એલ જી હોસ્પિટલ, મણિનગર-૬ મોત, શારદાબહેન હોસ્પિટલ – ૧૬ મોત, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અત્યાર સુધી ૩૦૯ મોત કોરોના થી થયા છે. એક તરફ એએમસી કોરોના વાયરસના ડિસ્ચાર્જ રેટમાં વધારો જોવા મળે છે. તો બીજી તરફ શહેરમાં કોરોના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છસ્ઝ્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવા માટે કડક પગલા લેવામા આવી રહ્યા છે . જે અંતર્ગત કોરોના વિસ્તારમાં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope