કોરોનાનાં ભયથી વાંદરાએ રજની સ્ટાઈલે માસ્ક પહેર્યું

વાયરલ વિડીયોએ ધૂમ મચાવી

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧૦
સોશિયલ મીડિયા પર એક વાંદરાનો એક ફની વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોતા આપ હસીને હસીને થાકી જશો. હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે એવામાં એક વાંદરો જાણે કે કોરોનાથી બચવા પોતાનાં ચહેરાને કપડાંથી ઢાંકતો હોય તે રીતે કપડાંથી મોને ઢાંકી દે છે અને પછી તે આમ-તેમ ફરવા લાગે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે હાલમાં સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં કોરોનાથી બચવા ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય થઈ ગયું છે. ત્યારે રિસર્ચમાં પણ એવું જાણવા મળ્યું કે ફેસ માસ્ક કોવિડ-૧૯નાં વેવ્સથી બચાવે છે. સંશોધનથી એ ખ્યાલ આવે છે કે ઘરનાં બનેલા માસ્ક પણ તમને કોરોનાથી બચાવે છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક વાંદરો પોતાનાં ચહેરા પર કપડું ઓઢી રહ્યું છે અને આમ-તેમ ભાગી રહ્યું છે. આ વીડિયોને ટિ્વટર પર સુશાંત નંદાએ શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સુશાંત નંદાએ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “જોયા બાદ હેડ સ્કાર્ફને ફેસ માસ્કનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.” આ વીડિયોને સુશાંત નંદાએ ૭ જુલાઈનાં રોજ શેર કર્યો હતો, જેનાં અત્યાર સુધી ૧૯ હજારથી પણ વધારે વ્યુઝ થઈ ચૂક્યાં છે. આ સાથે જ ૨ હજારથી વધારે લાઈક્સ અને ૪૦૦થી વધારે રિ-ટિ્વટ્સ થઈ ચૂક્યાં છે. લોકોએ પણ ખૂબ રસપ્રદ રિએક્શન આપ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, “જે રીતે વાંદરાએ માસ્ક પહેર્યું હતું તે એકદમ રજનીકાંત સ્ટાઈલ હતી.” બીજી બાજુ બીજા યુઝરે લખ્યું કે, “પોલીસે નિર્ણય કર્યો કે જે માસ્ક નહીં લગાવે તેને દંડ ભરવો પડશે. વાંદરો પણ તે ઓર્ડરને ફોલો કરી રહેલ છે.”

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope