કાનપુરનો હત્યારો ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

હા મેં વિકાસ હું, કાનપુરવાલા…વિકાસ યૂપીની કારમાં સ્ઁમાં પહોંચ્યો

પોલ નામના બોગસ આઈડીનો ઉપયોગ કરી નંબર પ્લેટ પર હાઈકોર્ટ લખેલી અને કાળા કાચવાળી ખાનગી મોટરકારમાં સડક માર્ગે જ MP માં પહોંચ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) ભોપાલ, તા. ૯
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી પોલીસના હાથમાં નાટકીય રીતે આવી ચૂકેલો કાનપુરનો આતંકી વિકાસ દુબે પોલના નામનું બોગસ આઈડીનો ઉપયોગ કરી રહ્યો હતો. તે રાજસ્થાનના કોટાથી રોડ માર્ગે જ યાત્રાધામ ઉજ્જૈન પહોંચ્યો હતો. વિકાસની સાથે જ એક શરાબના વેપારીની પણ ધરપકડ કરાઈ છે. આ જાણકારી મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આપી હતી. પ્રાથમિક તપાસમાં જ બોગસ આઈડીનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. દુબે ગુરુવારે સવારે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં પહોંચ્યો હતો. જ્યાં તેને એક ફૂલ-પ્રસાદની દુકાનદારે તેમજ મંદિરના સુરક્ષા કર્મીએ ઓળખી લીધો હતો. તેની ઓળખ પુરવાર થતા જ ઉજ્જૈન પોલીસને જાણકારી અપાઈ હતી. ત્યારબાદ પોલીસ કાફલાએ તેની ધરપકડ કરી હતી. આ સમયે પણ તેણે મોટેથી બુમો પાડીને પોતે વિકાસ દુબે કાનપુર વાલા હોવાનું લોકોને જણાવ્યુ હતું. ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવનારા કાનપુર કાંડમાં આઠ પોલીસ કર્મીઓની નિર્મમ હત્યા કરીને વિકાસ દુબે દિલ્હીના એનસીઆર વિસ્તારમાં પહોંચ્યો હતો. દિલ્હી બાદ તે હરિયાણાના ફરીદાબાદમાં જોવા મળ્યો હતો. અહીંયા પોલીસ તેના સુધી પહોંચે તે પહેલાં જ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. એક સપ્તાહથી ઉત્તરપ્રદેશ સહિત ત્રણ રાજ્યોની પોલીસને દોડતી કરનાર વિકાસ છેવટે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી અદ્દલ ફિલ્મી ઢબે પકડાયો હતો. ઉજ્જૈન પોલીસના તાબામાં રહેલા વિકાસને પોતાના સાણસામાં લેવા ઉત્તરપ્રદેશના એસટીએફની ટીમ વિશેષ કમાન્ડોની સાતે લખનૌથી ચાર્ટર પ્લેનમાં ઈન્દોર રવાના થઈ હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે તેમણે યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની સાથે ગુરુવારે સવારે જ વાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે મધ્યપ્રદેશ વિકાસ દુબેને યૂપી પોલીસના હવાલે કરી દેશે. સાથે તેમણે ટ્વીટમાં કટાક્ષ પણ કરતા જણાવ્યુ કે જેમને લાગે છે મહાકાલની શરણમાં જવાથી તેમના પાપ ધોવાઈ જશે, તેમણે મહાકાલને ઓળખ્યા જ નથી. અમારી સરકાર કોઈપણ ગુનેગારને માફ કરશે નહીં. ઉજ્જૈન પોલીસે ધરપકડ કર્યા બાદ પણ વિકાસ દુબે પોલીસ સ્ટાફ પર રોફ જમાવતો નજરે પડ્યો હતો. તેનો એક વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ તેને ગાડીમાં બેસાડવા લઈ જઈ છે. તેને બે-ત્રણ પોલીસ કર્મચારીઓએ પકડી રાખ્યો છે. તેમ છતાં તેણે એક પોલીસ કર્મીના હાથને ધક્કો મારીને જોરથી બુમ પાડી હતી, મેં વિકાસ દુબે હૂં… કાનપુર વાલા. આ સમયે પાછળ ઉભેલા એક કોન્સ્ટેબલે તેને ગાલ પર એક થપ્પડ મારીને ચૂપ રહેવાની સૂચના આપી હતી. વિકાસ દુબે ઉત્તરપ્રદેશ રાજ્ય પોલીસની ૫૦થી વધુ ટીમોને છેલ્લા ૭ દિવસથી ચકમો આપીને ફરાર રહેવામાં સફળ રહ્યો હતો. અને ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પરિસરમાંથી અચાનક તેની ધરપકડથી અનેક પ્રશ્નો પણ ચર્ચાની એરણે રહ્યા છે. ઉજ્જૈનમાંથી વિકાસ ઉપરાંત બિટ્ટૂ અને સુરેશ નામના બે સાગરિતોની પણ ધરપકડ કરાઈ છે.

વિકાસને બચાવવામાં આવ્યો છે : કમલકાંત

સ્ઁ ભાજપના નેતા સાથે ગોઠવણ કરીને વિકાસ હાજર થયો : કોંગ્રેસ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોબાઈલ કોલ ડેટાને પણ સાર્વજનિક કરવા માટેની માગ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા) ભોપાલ, તા. ૯
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના દિગ્વિજય સિંહે યૂપી તેમજ મધ્યપ્રદેશની સરકાર સમક્ષ કુખ્યાત માફિયા વિકાસ દુબેની આ ધરપકડ છે કે શરણાગતિ તે વાતનો ફોડ પાડવા જણાવ્યુ છે. દિગ્વિજય સિંહે તો એવો પણ આરોપ મુક્યો હતો કે મધ્યપ્રદેશ ભાજપના એક મોટા નેતાએ જ યૂપીના ડોનને સલામત રાખવા જ હાજર કરવાની ગોઠવણ કરી છે. જ્યારે અખિલેશ યાદવે તેના મોબાઈલ કોલ ડેટાને પણ સાર્વજનિક કરવાની માગ કરી હતી. એથી તેને નાસી છુટવામાં કોણે કોણે મદદ કરી તે પણ લોકો જાણી શકે. જ્યારે કાનપુરકાંડમાં માર્યા ગયેલા પોલીસ અધિક્ષક દેવન્દ્ર મિશ્રાના ભાઈ કમલકાંતે કહ્યું કે વિકાસ દુબેને બચાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં મોટા સ્તરે મિલીભગત થઈ છે. વિકાસની માતા સરલા દેવીએ જણાવ્યુ કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિકાસની સાસરી છે અને તે દર વર્ષે શ્રાવણ માસમાં મહાકાલના દર્શન કરવા જાયે છે તેમજ ભોલે બાબાએ મારા પુત્રનો જીવ બચાવ્યો છે.

પોલીસ ડોન લઈ હાઈએલર્ટ પર હતી

ઉજ્જૈનમાં વિકાસ બાદ બે વકીલોની પણ ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા) ભોપાલ, તા. ૯
ઉજ્જૈન પોલીસે ગુરુવારે સવારે વિકાસ બાદ લખનૌના બે વકીલોની પણ ધરપકડ કરી છે. આ બંને ખાનગી ગાડીમાં ઉજ્જૈન આવ્યા હતા. વિકાસને ઉજ્જૈન સુધી સલામત રીતે લાવવામાં પણ તેમની ભૂમિકા ચકાસવામાં આવી રહી છે. કારણ ઉત્તરપ્રદેશની સરહદ સાથે સંકળાયેલા તમામ રાજ્યોની પોલીસ ડોન વિકાસને લઈ હાઈએલર્ટ પર હતી. તેમ છતાં તે સહેલાઈથી ચકમો આપતો રહ્યો. એથી તેને હાલમાં પણ કોઈ મોટુ માથુ જ મદદ કરતું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ફરીદાબાદ અને ઉજ્જૈન વચ્ચે ૭૭૪ કિલોમીટરનું અંતર છે, તેને રોડ માર્ગે કાપવા માટે પણ ૧૪ કલાકનો સમય લાગતો હોય છે. તેની સાથે માર્ગ પર તમામ રાજ્યોની ચેકપોસ્ટ, ટોલનાકા પર પોલીસ કેટલી એલર્ટ હતી અને કોના વાહનોનું ચેકીંગ કરી રહી હતી, તેવા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે.

મપ્રના ગૃહમંત્રી પર કોંગ્રેસ દ્વારા અનેક સવાલો કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા) ભોપાલ, તા. ૯
કાનપુરકાંડમાં શહીદ થનારા પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ પણ વિકાસ દુબે પોતાનો જીવ બચાવવા જ ચતુરાઈ વાપરીને ઉજ્જૈન પહોંચ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેની નાટકીય ધરપકડ લઈને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા શંકાની સોય તાકવામાં આવી રહી છે. છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ટ્વીટમાં મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પર શંકાની સોય તાકવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે નરોત્તમ મિશ્રા ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કાનપુરના પ્રભારી હતા, વિકાસ દુબેએ એ રાજ્યમાં આત્મસમર્પણ શા માટે કર્યું, જ્યાં નરોત્તમ મિશ્રા ગૃહમંત્રી છે. આ સંયોગ છે, પ્રયોગ છે કે પછી સત્તાનો દુરુપયોગ છે? વિકાસ દુબે ગલીના ગુંડાથી ખૂંખાર ડોન બનવા સુધીની સફરમાં મુખ્ય રાજકીય પક્ષો સાથે પણ ઘરોબો જ નહીં, પાર્ટીના સદસ્ય બનીને રાજકીય હોદ્દાઓનો ફાયદો પણ મેળવી ચૂક્યો છે. જેમાં ભાજપનો પણ સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં જ વર્ષ ૨૦૧૭ની એસટીએફની એક પુછપરછના વિડિયોમાં પણ વિકાસ દુબે ભાજપના બે ધારાસભ્યોના નામ આપતો નજરે પડ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope