આગામી સપ્તાહમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી

બફારાથી નાગરિકોને રાહત મળશે

સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ રાજ્ય પરથી ફંટાઈ જતાં વરસાદનું જોર ઘટી જશે. જો કે, આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે સામાન્ય વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આગામી અઠવાડિયે એટલે કે ૧૫ જુલાઈથી ફરી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. હાલ વરસાદ પડી રહ્યો હોવા છતાં વાતાવરણમાં ભેજ અને ઉકળાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો બેહાલ બન્યા છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ હાલ સક્રિય નથી. પરંતુ ૧૫થી ૨૨ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેનાથી ૩૦ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સરેરાશ ૨૭.૭૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. દ્વારકા જિલ્લામાં તો વરસાદે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope