આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો?

ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા

પલિયડ ગામે પાટોત્સવ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : હજારોની હાજરીથી પોલીસ દોડતી થઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૧૦
ગુજરાતના પાટનગરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીનગરના પલીયડમા ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અને સમગ્ર કાર્યક્રમ યોજાયા બાદ તંત્ર જાગ્યું હતું. પલિયડ ગામે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારો લોકોની હાજરીથી ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોવિડ-૧૯ની મહામારી સર્વત્ર ફેલાયેલી હોવાથી ધાર્મિક તથા અનેક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે. ત્યારે સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતભરમાથી આવેલા લોકો પાટોત્સવમાં જોડાયા હતા. એટલું જ નહિ, હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા. કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ, કોઈ માસ્ક નહિ.. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો એક જ ગામમા પાટોત્સવ માટે ભેગા થયા હતા. માટા પર નાની માટલીઓ લઈને અનેક બાળાઓ પણ પાટોત્સવમાં જોડાઈ હતી. કોઈના ચહેરા પર માસ્ક બાંધેલા ન હતા. કાર્યક્રમ માટે હાથી પણ મંગાવવામાં આવ્યો હતો.
હજારોની જનમેદની ઉમટ્યા બાદ તંત્ર જાગ્યું હતું. આ ઘટનાની ડીવાયએસપી અને પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે, પોલીસ દ્વારા આવા કાર્યક્રમને મંજુરી કેવી રીતે અપાઈ. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને પોલીસને ગંધ સુદ્ધા ન આવી. ત્યારે ઘોડા છૂટ્યા બાદ પોલીસ તબેલાને તાળા મારવા નીકળી તેવો ઘાટ સર્જાયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope