૧૦૦થી વધુ હત્યામાં સામેલ ઉત્તરપ્રદેશનો ડોક્ટર પકડાયો

ડોક્ટરના રૂપમાં માનવભક્ષી રાક્ષસ
૫૦ હત્યાઓ બાદ ગણતરી કરવાની છોડી દીધી હોવાની કબૂલાત : પેરોલ ખતમ થયાના છ માસ બાદ ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૩૦
તમે કોઈ ડૉક્ટર પાસે શું આશા કરો છો? તમે કહેશો કે આ પ્રશ્નનો જ કોઈ મતલબ નથી. તમે કહેશો કે ડૉક્ટરમાં દુનિયા ભગવાનનું રૂપ જોવે છે, પરંતુ આ ડૉક્ટરમાં ભગવાન નહીં, હેવાન વસે છે. તેણે પોલીસ સામે કબૂલ્યું કે તેણે ૫૦ માણસોની હત્યા કર્યા બાદ શિકારની ગણતરી કરવાનું છોડી દીધું હતુ. આ ડૉક્ટર છે ઉત્તર પ્રદેશનાં અલીગઢ જિલ્લા સ્થિત પુરેની ગામમાં રહેનારો દેવેન્દ્ર શર્મા. ૬૨ વર્ષનાં દેવેન્દ્ર શર્મા પાસે બીએએમએસ ડિગ્રી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે હત્યાનાં એક કેસમાં પેરોલનો સમય ખતમ થયાનાં ૬ મહિના બાદ તેને પકડ્યો છે. દેવેન્દ્ર દિલ્હી અને પાડોશી રાજ્યોમાં ટ્રક અને ટેક્સી ડ્રાઇવરોની હત્યાનાં ૫૦થી વધારે કેસોને અંજામ આપી ચુક્યો છે. આ આયુર્વેદિક ડૉક્ટરની બપરોલા વિસ્તારથી ધરપકડ કરવામાં આવી. તે પેરોલથી ભાગીને જાન્યુઆરથી અહીં રહી રહ્યો હતો. મીડિયાનાં પહેલા સમાચારોને આધારે પોલીસે દાવો કર્યો કે તે હત્યાનાં લગભગ ૧૦૦થી વધારે કેસમાં સંકળાયેલો છે. જો કે વાસ્તવિક સંખ્યાની પુષ્ટી ના કરી શકાય, કેમકે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં તેની સામે નોંધાયેલાં કેસોમાં સંબંધિત રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાનાં એક કેસમાં પેરોલનો સમયગાળો ખત્મ થયાના ૬ મહિના બાદ તેને પકડ્યો છે. પોલીસે જણાવ્યું કે શર્મા હત્યા અને અપહરણનાં અનેક ગુનાઓમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ગેસ એજન્સી ચલાવવાનાં મામલે તેની ૨ વાર ધરપકડ કરવામાં આવી અને કિડની વેચવાનું ગ્રુપ ચલાવવાનાં મામલે અનેક રાજ્યોમાં જેલ જઈ ચુક્યો છે. ડીસીપી (ક્રાઇમ) રાકેશ પવેરિયાએ જણાવ્યું કે, “આ પહેલા તે મોહન ગાર્ડનમાં રહેતો હતો અને ત્યાંથી તે બપરોલા જતો રહ્યો. ત્યાં તેણે એક વિધવા સાથે લગ્ન કર્યા અને પ્રોપર્ટીનો કારોબાર કરવા લાગ્યો. સૂચના મળવા પર અમારી ટીમે મંગળવારનાં તેની ધરપકડ કરી.” બિહારનાં સીવાનથી બીએએમએસની ડીગ્રી મેળવ્યા બાદ તે જયપુરમાં પોતાની ક્લિનિક ચલાવવા લાગ્યો. તેણે ૧૯૯૨માં ગેસ ડીલરશિપ સ્કીમમાં ૧૧ લાખ રૂપિયા રોક્યા, પરંતુ તેને નુકસાન થયું. ત્યારબાદ ૧૯૯૫માં તેણે અલીગઢનાં છારા ગામમાં ગેરકાયદેસર ગેસ એજન્સી શરૂ કરી અને બાદમાં ગુનાખોરીમાં સામેલ થઈ ગયો. ડીસીપીએ જણાવ્યું કે તેના સાથીઓ એલપીજી સિલિન્ડર લઇ જતા ટ્રકોને લૂંટતા હતા અને ડ્રાઇવરની હત્યા કરી દેતા હતા. ત્યારબાદ ટ્રકથી સિલેન્ડરને પોતાની ગેસ એજન્સીમાં ઉતારતા હતા.

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More