વિકાસે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં

ગેંગસ્ટરની ધરપકડ બાદ પુછપરછ થઇ હતી

વિકાસ પોલીસ કર્મીઓને ઠાર કર્યા બાદ બાજુમાં આવેલા કુઆ પાસે એક ઉપર એક લાશ રાખીને બાળવાનો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, ૧૦
૮ પોલીસર્મી વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પણ ગેંગસ્ટર વિકાસ દુબેની જ્યારે મધ્યપ્રદેશ પોલીસે ગઈકાલે ધરપકડ કરી અને પૂછપરછ કરી તો તેણે ૮ પોલીસકર્મીઓની ઘાતકી હત્યા પર મોટો ખુલાસો કર્યો હતો. અત્રે જણાવવાનું કે વિકાસ દુબેની ગઈ કાલે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં વિકાસે જણાવ્યું હતું કે જઘન્ય અપરાધને અંજામ આપ્યા બાદ ઘરની બરાબર બાજુમાં આવેલા કૂવા પાસે પાંચ પોલીસકર્મીઓની લાશોને એક ઉપર એક રાખવામાં આવી હતી. જેથી કરીને તેમને બાળીને પુરાવા નષ્ટ કરી શકાય. વિકાસે કહ્યું હતું કે તેને શહીદ થયેલા પોલીસ ઓફિસર દેવેન્દ્ર મિશ્રા સાથે જરાય બનતું નહતું. આ માટે આગ લગાવવા ઘરમાં પહેલેથી ઈંધણ જમા કરી રાખવામાં આવ્યું હતું. બધા મૃતદેહો બાળી મૂકવાની યોજના હતી પરંતુ લાશોને જમા કર્યા બાદ પોલીસફોર્સ આવી જતા તે બાળવા માટે તક જ ન મળી અને ફરાર થઈ ગયાં. તેણે પોતાના તમામ સાથીઓને અલગ અલગ ભાગવાનું કહ્યું હતું. વિકાસે પૂછપરછમાં જણાવ્યું હતું કે બિકરુ ગામમાંથી નીકળતી વખતે મોટાભાગના સાથીઓને જે ઠીક લાગ્યું તે રીતે ભાગી ગયાં. અમને એવી સૂચના મળી હતી કે પોલીસ વહેલી સવારે રેડ પાડશે પણ પોલીસે રાતે જ રેડ કરી. બધા માટે ભોજન બની ગયું હતું પણ અમે ભોજન પણ નહતા કરી શક્યા જેથી કરીને મને ગુસ્સો આવ્યો હતો. ઘટનાના બીજા દિવસે વિકાસના મામા કે જે જેસીબી મશીનનો ઈન્ચાર્જ હતો પણ તે ચલાવતો નહતો તે માર્યો ગયો હતો. રાતે રાજૂ નામના એક સાથીએ જેસીબી મશીનને રસ્તા વચ્ચે પાર્ક કરી દીધુ હતું. મામાનું પોલીસે બીજા દિવસે એન્કાઉન્ટર કર્યું હતું. વિકાસ દુબેએ કહ્યું હતું કે ચૌબેપુર પોલીસ સ્ટેશન જ નહીં પણ આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ તેના મદદગારો હતો અને તમામ કેસમાં તેની મદદ કરતા હતાં. તેણે કહ્યું કે લોકડાઉન દરમિયાન ચૌબેપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ તેનું ખુબ ધ્યાન રાખ્યુ હતું., બધાને ખાવા પીવા અને અન્ય મદદ પણ કરતા હતાં. અત્રે જણાવવાનું કે ૨ જુલાઈની મધરાતે ૮ પોલીસકર્મીઓની હત્યા કરીને વિકાસ દુબે કાનપુરથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન યુપી, હરિયાણા, રાજસ્થાનની સરહદો પાર કરીને તે ૯ જુલાઈના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં જોવા મળ્યો. જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More