સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૦
ભારતમાં બાર જ્યોર્તિલિંગ માં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ના મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભથી દર્શનાર્થીઓ માટેનો સમય સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ તથા શનિ-રવિ-સોમ દર્શન માટેનો સમય ૧૩ઃ૩૦ થી ૬ઃ૩૦ અને સાંજે ૭ઃ૩૦ થી રાત્રે ૯ઃ૧૫ રખાયો હતો.પરંતુ વ્યવસ્થા જળવાય અને દર્શનાર્થીઓ પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં વધુ ને વધુ શણગાર દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે હવે શનિ-રવિ-સોમ નહીં સંપુર્ણ શ્રાવણ માસ આરતીના અડધા કલાક પહેલા અને પછીના સમય સિવાય સવારના ૬ઃ૦૦ વાગ્યાથી દર્શન કરી શકશે.આ ઉપરાંત પહેલી ઓગસ્ટે અનલોક-૩ જાહેર કરેલ છે.જેમાં રાત્રી કરફ્યું સંપૂર્ણ હટાવી દેવાયેલ છે.જે પણ દર્શનાર્થીઓ માટે સુલભ બનશે.શ્રાવણ માસ સંપૂર્ણ દર્શન સમયઃ- સવારના ૬ઃ૦૦ થી ૬ઃ૩૦,૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦,બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦,સાંજે ૭ઃ૩૦ થી ૯ઃ૧૫ રહેશે.
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે
