દુર્લભ જીવન રક્ષક દવાઓ કાળા બજારિયાઓ સુધી પહોંચી જાય છે

લાઈફ સેવિંગ દવાઓના કાળા બજારનો વિવાદ

ડેપોથી સીધી હોસ્પિટલ જતી દવા બહાર કેવી રીતે પહોંચી જાય છે? સહિતના પ્રશ્નોની તપાસ કરવા ચોમેરથી માગ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦
દેશ અને દુનિયાભરના લોકોને ડરાવી રહેલા કોરોનાની હજુ સુધી કોઈ જ રસી શોધાઈ નથી. ત્યારે ક્રિટીકલ દર્દીઓને આપવામાં આવતા લાઇફ સેવિંગ ટોસીલીઝુમેબ તથા રેમેડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર થઈ રહ્યા છે. ઇન્જેક્શનની ફાળવણી ડ્રગ વિભાગની દેખરેખ હેઠળ થઈ રહી છે તથા ઇન્જેક્શન દવાના ડેપોથી જે તે દર્દી માટે સીધા હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આ ઇંજેક્શન કાળાબજારિયાઓ પાસે કેવી રીતે પહોંચી જાય છે? તે ડ્રગ વિભાગના અધિકારીઓ પણ નહીં સમજી શકતા હોવાનું જણાવી રહ્યા છે. વર્તમાન સમયમાં ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. સંખ્યાબંધ દર્દીઓ ઉપર મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે.હવે આવા સમયે આ દર્દીઓને લાઇફ સેવિંગ ઇન્જેક્શન ટોસીલીઝુમેબ તથા રેમેડેસીવીરની જરૂરિયાત હોય છે.ડોક્ટર ઇન્જેક્શન લાવવા માટે દર્દીના સ્વજનને લખી આપે એટલે દરદીના સ્વજન આખા શહેરમાં ઇન્જેક્શન માટે દોડધામ કરતા થઈ જાય છે. તેમને કોઈપણ મેડિકલ સ્ટોર કે ડેપો પરથી ઇન્જેક્શન મળતા નથી જો કોઈ કાળાબજારિયા ની લીંક મળી જાય તો તેમને ત્રણ ચાર ગણા ભાવ આપીને ઇન્જેક્શન મળી જતા હોય છે. હવે લાઇફ સેવીંગ ઇન્જેક્શન ની અછત હોવાને કારણે તેની ફાળવણી ઉપર ડ્રગ વિભાગ નજર રાખે છે. તેમ છતાં કાળાબજારિયાઓ એ ઇન્જેક્શન મેળવી લઈશ બ્લેક માં વેચાણ કર્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બાબતની જો તટસ્થ તપાસ થાય તો ચોક્કસ ઘણા બધા લોકોની સિન્ડિકેટની સંડોવણી બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. અમદાવાદ શહેર અને જિલ્લાના આસિસ્ટન્ટ ડ્રગ કમિશનરો સાથે વાત કરતાં તેઓ પણ આખી ઘટનાની તટસ્થ તપાસ માટે માગણી કરી રહ્યા છે. બીજી તરફ જ્યાંથી ઇન્જેક્શન આવ્યા હોવાની વાત બહાર આવી રહી છે તે ધ્રુવી એજન્સીના રૂપેશ શાહ દ્વારા પણ અત્યાર સુધી તેમણે જેટલા ઇન્જેક્શન વેચ્યા છે તે નિર્ધારિત ભાવ લઈને જ વેચ્યા હોવાનું જણાવી રહ્યા છે સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં પણ તટસ્થ તપાસ માટેની તેઓ માગ કરી રહ્યા છે. એક તરફ સુરતમાં લાઇફ સેવીંગ ઇન્જેક્શનના કાલા બજાર ના કૌભાંડનો પર્દાફાશ થયો છે તો બીજી તરફ અમદાવાદનો પણ એક એજન્ટ દર્દીના સગા સાથે ઇન્જેક્શન બ્લેક માં આપવાના મુદ્દે ચર્ચા કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે તેને કારણે એ વાત તો ચોક્કસ ફલિત થાય છે કે ચોક્કસ ચોકડી અને સિન્ડિકેટ દ્વારા આ દવાઓના કાળાબજાર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સારી બાબત એ છે કે ટોસીલીઝુમેબ ઇન્જેક્શન બહારથી આયાત કરાતા હોવાથી તેના ઉપર સરકારનો કોઈ કન્ટ્રોલ નથી પરંતુ આગામી બે દિવસમાં રેમેડેસીવીર ઇન્જેક્શન તો દેશની કંપનીઓ દ્વારા બજારમાં લાવવામાં આવી રહ્યા હોવાથી તે સરળતાથી મળી રહેશે.

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More