જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને ૫૦૦નો દંડ

પહેલી ઓગસ્ટથી ગુજરાતમાં નિયમ લાગુ થશે
અમદાવાદ, સુરત તેમજ વડોદરામાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને લોકોને નિયમનું કડકાઈથી પાલન કરાવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૮
ગુજરાતમાં પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને રૂ.૫૦૦નો દંડ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આખા રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનાર અને જાહેરમાં થૂંકનારા લોકોને ૫૦૦નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ દંડની રકમ ૨૦૦ છે જે ૧ ઓગસ્ટથી વધારીને ૫૦૦ કરવામાં આવી છે.હાલ ગુજરાતમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનાર પાસેથી ૨૦૦ અને ૫૦૦ આમ અલગ-અલગ રીતે દંડ વસૂલવામાં આવે છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને તેમજ લોકો નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરે તે માટે પહેલેથી જ માસ્ક ન પહેરવા બદલ ૫૦૦નો દંડ વૂસલવામાં આવી રહ્યો છે. બીજી તરફ લોકોને માસ્ક સરળતાથી મળી શકે તે હેતુથી રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર ૨ રૂપિયાની કિંમતે સાદા માસ્ક મળી શકશે. અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં કોર્પોરેશન અને પોલીસ માસ્ક ન પહેરવા પર અલગ-અલગ દંડ વસૂલે છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ માસ્ક વિનાના વ્યક્તિ પાસેથી ૨૦૦ જ્યારે કોર્પોરેશન ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલે છે.પરંતુ સરકારના આ નિર્ણય બાદ હવે ૧ ઓગસ્ટથી અમદાવાદ સહિત રાજ્યમાં ભરમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારને એક સરખો જ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. કોરોનાની સ્થિતિને જોતા આ નિર્ણય લેવાયો છે.

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope