ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત

સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા

અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા, જ્યારે ૨૮૧૮૩ લોકોને ડિસ્ચાર્જ કરાયા : ૬૮ વેન્ટીલેટર પર

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૦
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૮૦૦ને વટાવી ૮૭૫ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૪૦ હજારને વટાવી ૪૦૧૫૫ થયો છે. રાજ્યમાં આજે કોરોનાને લીધે ૧૪ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક રાજ્યમાં ૨૦૨૪ થયો છે. રાજ્યમાં ૪૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ આજે કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮૧૮૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ એક્ટિવ કેસમાં ઝડપી વધારો થતા ૧૦ હજારની નજીક પહોંચતા ૯૮૮૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ૬૮ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૯૮૮૦ સ્ટેબલ છે. રાજ્યાં છેલ્લા સપ્તાહમાં પાંચ દિવસ ૭૦૦ને પાર અને બે દિવસ ૮૦૦ને પાર કેસ નોંધાતા એક જ સપ્તાહમાં ૫૪૬૯ કેસો કોરોના પોઝિટિવના નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રાજ્યમાં ૭૬૫૭ ટેસ્ટ કરવામાં આવતા ૮૭૫ જેટલા વિક્રમી કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૫, સુરત કોર્પોરેશનમાં ૩ અને ગ્રામ્યમાં ૧, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જુનાગઢ કોર્પોરેસન અને મહેસાણામાં ૧-૧ મૃત્યુ સાથે કુલ ૧૪ મોત થયા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના પોઝિટિવના ૧૫૩ અને ગ્રામ્યમાં ૧૨ સાથે કુલ ૧૬૫ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૨૭૪૫ થયો છે. આજે વધુ ૫ દર્દીના મોત થતા અમદાવાદમાં કુલ મૃત્યુઆંક ૧૫૧૧ થયો છે. સુરત શહેરમાં ૨૦૨ અને ગ્રામ્યમાં ૬૭ સાથે ૨૬૯ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૭૩૦૭ થયો છ.ે આજે વધુ ૪ દર્દીઓના મોત થતા મૃત્યુઆંક ૨૦૬ થયો છે. વડોદરા શહેરમાં ૬૧ અને ગ્રામ્યમાં ૮ કેસ સાથે કુલ ૬૯ કોરોનાના કેસ આજે નોંધાયા છે. આની સાથે વડોદરા શહેરમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૯૦૫ થયો છે. ગાંધીનગર કોર્પોરેશન ૧૦ અને ગ્રામ્યમાં ૨૧ સાથે કુલ ૩૧ દર્દીઓ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૮૩૬ થયો છે. જ્યારે વધુ ૧ મોત સાથે મૃત્યુઆંક ૩૪ પહોંચ્યો છે. રાજ્યના ૮ કોર્પોરેશન અને ૨૯ જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. જેમાં કોરોનાના આજે સૌરાષ્ટ્રના ભાવનગર કોર્પોરેશનમાં ૫૯ અને ગ્રામ્યમાં ૧૨ કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં ૨૪ અને ગ્રામ્યમાં ૧૫, નવસારીમાં ૨૭, સુરેન્દ્રનગરમાં ૨૩ મહેસાણામાં ૨૧, ખેડામાં ૧૭, જામનગર કોર્પોરેશનમાં ૧૫ અને જિલ્લામાં ૮, બનાસકાંઠા અને ભરુચમાં ૧૪, જુનાગઢ કોર્પોરેશનમાં ૧૩ અને જિલ્લામાં ૫, ગીરસોમનાથમાં ૧૧, દાહોદ અને સાબરકાંઠામાં ૮-૮, આણંદ અને પંચમહાલમાં ૭-૭, મોરબી અને વલસાડમાં ૫-૫, છોટા ઉદેપુર, કચ્છ અને પાટણમાં ૪-૪, અમરેલી અને તાપીમાં ૩-૩ અરવલ્લી બોટાદમાં ૨-૨ અને પોરબંદરમાં ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૪૯૩૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં આજની તારીખે ૩૦૪૦૪૮ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૦૧૦૭૭ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૨૯૭૧ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૦
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૮૭૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૨૦૨
અમદાવાદ કોર્પોરેશન ૧૫૩
સુરત ૬૭
વડોદરા કોર્પોરેશન ૬૧
ભાવનગર કોર્પોરેશન ૫૯
નવસારી ૨૭
રાજકોટ કોર્પોરેશન ૨૪
સુરેન્દ્રનગર ૨૩
ગાંધીનગર ૨૧
મહેસાણા ૨૧
ખેડા ૧૭
જામનગર કોર્પોરેશન ૧૫
રાજકોટ ૧૫
બનાસકાંઠા ૧૪
ભરૂચ ૧૪
જુનાગઢ કોર્પોરેશન ૧૩
અમદાવાદ ૧૨
ભાવનગર ૧૨
ગીર-સોમનાથ ૧૧
ગાંધીનગર કોર્પોરેશન ૧૦
દાહોદ ૮
જામનગર ૮
સાબરકાંઠા ૮
વડોદરા ૮
આણંદ ૭
પંચમહાલ ૭
જુનાગઢ ૫
મોરબી ૫
વલસાડ ૫
છોટા ઉદેપુર ૪
કચ્છ ૪
પાટણ ૪
અમરેલી ૩
તાપી ૩
અરવલ્લી ૨
બોટાદ ૨
પોરબંદર ૧
કુલ ૮૭૫

 
latest news
મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ...

વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોન...

કોરોના ફરીવખત ૧૧૦૦નો આંકડો પાર કરી ૧૧૫૯ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મૃત્યુ
અત્યાર સુધીમાં ૪૪૦૭૪ લોકોને ડિસ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું....Read More