NIDએ કોરોનાના સંક્રમણથી બચવા ફુટ ડોર ઓપનર બનાવ્યું

હવે દરવાજો ખોલવા હાથની જરૂર નથી!

દરવાજા પર હેન્ડલ બદલે નીચે પીળા રંગના ડટ્ટા લગાવાયા છે જેને પગ વડે ધક્કો મારીને દરવાજો ખોલી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૮
કોવિડ-૧૯ મહામારીના કારણે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન (દ્ગૈંડ્ઢ)ના કેમ્પસમાં બહારના લોકોને પ્રવેશની મનાઈ છે. એવામાં સ્ટાફ મેમ્બર્સ રોટેશન પદ્ધતિથી કામ પર આવે છે. કેમ્પસમાં ઘણી જગ્યાએ દરવાજા પર હેન્ડલ ના જોતાં સ્ટાફના સભ્યો મૂંઝવણમાં મૂકાયા હતા. દરવાજા પર હેન્ડલના બદલે નીચેની બાજુએ પીળા રંગના ડટ્ટા લગાવવામાં આવ્યા છે. જેને પગ વડે ધક્કો મારીને દરવાજો ખોલી શકાય છે. એનઆઈડીના પદાધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના ડોર ઓપનર વિવિધ સ્થળો જ્યાં સ્ટાફની અવરજવર વધુ હોય ત્યાં લગાવાયા છે. કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે આ પ્રકારના ડોર ઓપનર હાલ તો પ્રાયોગિક ધોરણે લગાવ્યા છે. દ્ગૈંડ્ઢના એક્ટિવિટી ચેરપર્સન (એજ્યુકેશન) તરુણદીપ ગિરધરે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, ‘કોવિડ-૧૯ ફેલાયા પછી વિશ્વભરના ડિઝાઈનરો સામે કંઈક અલગ, હટકે વિચારવાનો પડકાર આવ્યો છે. રોજરોજ લોકોના ઉપયોગમાં આવતી વસ્તુઓને કંઈક અલગ રીતે દર્શાવવાનો પડકાર છે.’
તરુણદીપ ગિરધરે જણાવ્યું, “કેમ્પસમાં દરવાજાના હેન્ડલ એવી વસ્તુ છે જેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. માટે જ અમે કેમ્પસમાં આવેલી રોજિંદી વપરાતી વસ્તુઓ સાથે થોડા પ્રયોગો કર્યા, કંઈક નવું ઉમેર્યું. આ રીતે ફૂટ ડોર ઓપનરે હેન્ડલનું સ્થાન લીધું. કોવિડ-૧૯ની આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હજી ઘણા નવા ઈનોવેશન કરી રહ્યા છે.” પગથી દરવાજો ખોલવા માટેના ડટ્ટાની ડિઝાઈન પણ ઈન્સ્ટીટ્યૂટમાં જ તૈયાર કરાઈ અને તેની રચના પણ અહીંના જ વર્કશોપમાં કરવામાં આવી. આ કામ ઈન્સ્ટીટટ્યૂટ ફરી શરૂ થયા બાદ હાથ ધરવામાં આવ્યું હતું. દ્ગૈંડ્ઢના સ્ટાફના એક સભ્યએ કહ્યું, “દરવાજો ખોલવા માટે આ હાઈજેનિક વિકલ્પ છે અને ડિઝાઈન પણ સરળ હોવાથી તેની રેપ્લિકા બનાવી શકાય છે.”
કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઓછામાં ઓછી વખત કોઈપણ સપાટીના સંપર્કમાં આવવાનું સૂચન નેશનલ અને ઈન્ટરનેશનલ નિષ્ણાતોએ કર્યું છે. છેલ્લા થોડા મહિનામાં પગથી સંચાલિત સેનિટાઈઝર ડિસ્પેન્સર સહિતના ઘણાં ઈનોવેશન થયા છે, જેથી જે-તે વસ્તુને હાથથી અડવાથી બચી શકાય અને સંક્રમણનું જોેખમ ઘટાડી શકાય.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope