Google Pay પર પ્રતિબંધ નથી

ડજિટલ પેમેન્ટનું સંચાલન કરતી સંસ્થાની સ્પષ્ટતા
ટિ્‌વટર પર ‘‘GPayBannedByRBI’ ’ ટ્રેન્ડ થતા એનપીસીઆઈએ થોડા સમયમાં જ સ્પષ્ટતા કરવી પડી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૭
શું ગૂગલ પે ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સવાલ એટલા માટે કારણે કે ટિ્‌વટર પર ‘GPayBannedByRBI’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એવામાં તમારા માટે એ જણાવું જરૂરી છે કે શું સત્ય છે. NPCIએ ક્લિયર કહ્યું છે કે ગૂગલ પે પર કોઈ પ્રતિબંધ નથી. NPCIએ તે સંસ્થા છે જે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સંચાલન કરે છે.
ટ્‌વીટર પર ‘GPayBanned By RBI’ ટ્રેન્ડ કરી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે રિઝર્વ બેન્કના મતે, ગૂગલ પે પેમેન્ટ ઓપરેટર નથી. NPCI તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ પે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને તે સંપૂર્ણ રીતે કાયદાકિય છે. આ એક થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર છે જે ફ્રેમવર્ક અંતર્ગત કામ કરે છે. આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પહેલા જ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે ગૂગલ પે ના પેમેન્ટ સિસ્ટમ અંગે સવાલ નથી. ત્યાર બાદ ગૂગલ પે એ કહ્યું કે અમે કાયદામાં રહીને કામ કરીએ છીએ. ગૂગલ પે નું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી મની ટ્રાન્સફર સુરક્ષિત નથી, કેમ કે આ એપ ગેર-કાયદેસર છે. તેની પાછળનું સત્ય NPCIની વેબસાઈટ પર મેળવી શકાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope