રાજ્યમાં આગામી ૩ દિન ભારે વરસાદની આગાહી

આજે રાત્રે શહેરમાં મધ્યમ વરસાદ પડી શકે છે

૨૯થી એક જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે, અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૮
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે પરંતુ અમદાવાદમાં વરસાદ લંબાતા લોકો બફારા અને તાપથી ત્રસ્ત થયા છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ૨૯થી ૧ જુલાઇ એટલે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે કાલે બપોર બાદ ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જેમાં ઘોઘાસર્કલ, શિવજી સર્કલ, રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે. તો ભરૂચના હાંસોટમાં તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ૨૯ જૂનનાં રોજ વલસાડ, નવસારી, ભાવનગર, દિવ, દાદરાનગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, મહીસાગર અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૩૦ જૂનના રોજ આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં હળવોથી મધ્યમ જ્યારે વલસાડ, નવસારી, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. ૧ જુલાઇના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હળવાથી મધ્યમ જ્યારે વલસાડ, નવસારી, દમણ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બફારા અને ઉકળાટનું પ્રમાણ વધતા લોકો ત્રસ્ત થયા હતા. શુક્રવારે દિવસ દરમિયાન અમદાવાદના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા થઇ ગયું હતું અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૬ ડિગ્રી હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope