મણિનગરના વેપારીની સાથે છેતરપિંડી :૪૦૦૦૦ ગુમાવ્યા

૧૦, ૨૦ અને ૫૦ના નવી નોટો લેવાનું ભારે પડ્યું

શહેરમાં છેતરપિંડીની નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકો ગઠિયાનો ભોગ બની રહ્યા છે : પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૮
કહેવાય છે કે, દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે. આ કહેવત અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાર્થક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં છેતરપિંડીની નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકો ગઠિયાઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરના મણિનગર વિસ્તારમાં વધુ એક છેતરપિંંડીનો બનાવ સામે આવ્યો છે. કાપડના વેપારીને ૧૦ , ૨૦ અને ૫૦ના દરની નવી ચલણી નોટો લેવાનો મોહ ભારે પડયો છે.
મણિનગર વિસ્તારમાં રહેતા પ્રવિણ પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, ૧૫મી જૂનના દિવસે બપોરે પોતાની દુકાન પર હાજર હતા તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો અને ફરિયાદીને કહેલ કે તમારે ૧૦, ૨૦ અને ૫૦ ના દરની નવી ચલણી નોટો લેવી હોય તો યસ બેન્ક પાસે આવી જાઓ.
નોટોના બંડલ આપવા વાળી ગાડી બેન્ક પાસે ઊભી છે. જેથી ફરિયાદીએ પોતાના ઘરેથી રૂપિયા ૪૦,૦૦૦ લાવીને આરોપી સાથે યસ બેન્ક પાસે જવા માટે નીકળ્યા હતા. જો કે આ ગઠિયો ફરિયાદીને યુનિયન બેન્કમાં લઈ ગયો હતો અને તેમની પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ લઈ કેશિયરને આપ્યા હતા ત્યારબાદ ફરિયાદીને કહેલ કે, થોડી વાર સાઈડમાં બેસો. થોડીવાર બાદ ગઠિયો ફરિયાદી પાસે આવ્યો હતો અને ફરિયાદીને થેલી લેવાના બહાને બહાર મોકલ્યા હતા.
જોકે ફરિયાદી પરત આવે છે ત્યાં સુધીમાં ગઠિયો રફુચક્કર થઈ જાય છે. જ્યારે ફરિયાદીએ રૂપિયા ૪૦,૦૦૦ બાબતે કેશિયરને પૂછતાં તેમણે કહેલ કે જે વ્યક્તિએ ૪૦,૦૦૦ આપેલ તે છુટા લીધા વગર રૂપિયા પરત લઈને અહીંંથી જતો રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope