બેંક મેનેજરના મેળાપીપણામાં ૪૪ લાખ ઉપાડી લેવાયા હતા

કંપનીના ડિરેક્ટરો વચ્ચે વિવાદ થયો હતો

કંપનીના અન્ય ડિરેક્ટરે પૈસા ઉપાડી લેતા પોલીસ અને ભારતીય રિઝર્વ બેન્ક સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯
સાણંદ ખાતે અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં આવેલી શ્રી સદગુરુ સ્વીચ ગિયર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વર્ષાબેન ત્રિવેદી તથા જયશ્રીબેન વ્યાસ વચ્ચે તકરાર થતાં વર્ષાબેને કંપનીનું એકાઉન્ટ કે જે મણિનગરની વિજયા બેન્ક માં હતું તે બેંકમાં જઈને લેખિતમાં અરજી આપી હતી કે ડિરેક્ટરો વચ્ચે વિવાદ થયો હોવાથી કંપનીના ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડવા ની મંજૂરી આપવી નહીં. કંપનીએ આ અરજી સ્વીકારી હોવા છતાં બેંક મેનેજર અશોક શેટ્ટી એ અન્ય ડિરેક્ટરની મેળાપીપણામાં તેમને બેંકમાંથી રૂપિયા ૪૪ લાખ ઉપાડવા માં મદદ કરી હોવાની ફરિયાદ મણીનગર પોલીસ મથકમાં નોંધાઇ છે. જોકે આ મુદ્દે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ પણ બેન્ક મેનેજરની ગુનાહિત પ્રવૃત્તિ અંગે ફરિયાદ થઈ છે. મણિનગરમાં રહેતા સુબોધભાઈ નટવરલાલ ત્રિવેદીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૧૯૯૧થી તેઓ સાણંદની અંબિકા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ માં શ્રી સદગુરુ સ્વીચ ગિયર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. જેના મુખ્ય ડિરેક્ટર તેમના પત્ની વર્ષાબેન ત્રિવેદી તથા તેમનાા મિત્ર જનકભાઈ વ્યાસના પત્ની જયશ્રીબેન વ્યાસ છે. કંપનીના વહીવટ એટલે કેે પેમેન્ટટ આપવાનું થાય અથવાા તો પેમેન્ટ આવે તેના માટે મણિનગરનીી વિજયા બેન્ક માં કંપનીનો એકાઉન્ટ ખોલાવવામા આવ્યું હતું. જે બંંને ડિરેક્ટરોની શહી થી ઓપરેટ થાય તેવું નક્કીી કરવામાં. કંપનીનાા શેર પૈકી ૬૨% શેર વર્ષાબેન ત્રિવેદી પાસે અને ૩૮ ટકા શેર જયશ્રીબેન પાસે હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. દરમિયાન બંને ડિરેક્ટરો વચ્ચે વર્ષ ૨૦૦૯માં વિવાદ થયો હતો. જેને પગલે ડાયરેક્ટર વર્ષાબેનએ બેંકમાં મેનેજર ને અરજી આપી હતી કે એકાઉન્ટ માંથી કોઈપણ રૂપિયા ઉપાડી શકાય નહીં તેવી રીતે તેને ફ્રીજ કરવું જો કે કંપની નું પેમેન્ટ આવતું હોય તે એકાઉન્ટમાં જમા થઈ શકે તેવી વ્યવસ્થા રાખવી. ડિરેક્ટરની અરજીને આધારે બેંક મેનેજરે એકાઉન્ટ ફ્રીઝ કરી કોઈપણ એક ડિરેક્ટર તેમાંથી પૈસા ઉપાડી શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી હતી.
બેંકને જાણ કરી હોવા છતાં અને મેનેજરે એકાઉન્ટ ઉપાડ માટે ફ્રીઝ કરી હોવા છતાં અન્ય ડિરેક્ટર જયશ્રી બેને ખોટી રીતે બેંકમાં કંપનીના લેટરપેડ ઉપર તેમના પતિ જનકભાઈ વ્યાસ તથા પતિના મોટાભાઈ ઉપેન્દ્રભાઈ વ્યાસને ડિરેક્ટર બનાવી હવે તેઓ એકાઉન્ટ ઓપરેટ કરશે તેવી જાણ કરી હતી અને બેંક મેનેજર અશોક શેટ્ટી ની મદદથી ફ્રીજ કરાયેલા એકાઉન્ટમાંથી રૂપિયા ૪૪ લાખ ઉપાડી લીધા હતા. આ બાબતે વર્ષા બેન ને જાણ થતાં વર્ષાબેન અને સુબોધભાઈએ આ બાબતે ખુદ પોલીસ કમિશનર ને રજૂઆત કરતા સમગ્ર ઘટના અંગે મણિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સાથે સાથે બેન્ક મેનેજરની પણ સંતવાણીહોવાથી આ બાબતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ પણ બેંક મેનેજર સામે ફરિયાદ કરવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope