ટિકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લદાયો

ચીનનો વિરોધ કરવા સરકારનો મોટો નિર્ણય

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઈનીઝ એપની એક યાદી તૈયાર કરી કેન્દ્રને તેના પર પ્રતિબંધ માટે અપીલ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, તા. ૨૯
ભારત અને ચીન વચ્ચે તણાવને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ૫૯ ચાઈનીઝ એપ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધિત કરાયેલી એપમાં ખુબ જ જાણિતી ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત યુઝી બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી અનેક જાણિતી એપો સામેલ છે. આ અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને એ તમામને પ્રતિબંધિત કરવા તથા લોકોને આ એપ હટાવી દેવા અપીલ કરી હતી. આની પાછળ એવી દલીલ અપાઈ હતી કે, ચીન આના થકી ભારતીય ડેટા હેક કરી શકે છે. ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે બંને દેશની સેનાઓ સામ સામે ઉભી છે.
આ દરમિયાન મોટુ પગલું લઇને સ્પષ્ટ કરી દેવાયું છે કે, ભારત કોઇપણ સ્તરે ઝુકશે નહીં. કેન્દ્ર સરકારે ૫૯ એપ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાની કેટલીક એપ એવી છે કે, જે તમને મોબાઇલમાં આસાનીથી મળી જાય છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ પ્રૌદ્યોગિકી મંત્રાલયે અનેક ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ ભારતીય સુરક્ષા અને અખંડિતતા પર ઘાતક હુમલો કરી રહી હતી. ચીન આ એપની મદદથી ભારતની એકતા સામે છેડછાટ કરી શકે તેમ હતું. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને આ એપની યાદી અગાઉથી સોંપી દીધી હતી. તે પછી સરકારે તેના સ્તર પર આ એપની માહિતી મેળવી અને જ્યારે તેને લાગ્યું કે ખરેખર આ એપ ભારતીય સુરક્ષા માટે ખતરા સમાન છે ત્યારે તેણે તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope