ક્રિકેટ ટીમમાં કોરોનાનું નાટક ચાલુ, હફીઝ ફરીથી પોઝિટિવ

કોરોનાને લઈને પણ પાકિસ્તાનમાં વિવાદ

ક્રિકેટમાં ગૂંચવાડાનું બીજું નામ પાક. બોર્ડ : આકાશ ચોપરા
(સંપૂર્ણ સમાચાર સેવા) લાહોર, તા. ૨૭
પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસને મામલે જે વિવાદ ચાલી રહ્યા છે તેણે શનિવારે ફરીથી વળાંક લીધો છે. ભૂતપૂર્વ સુકાની અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમમાં પસંદ કરાયેલો મોહમ્મદ હફીઝ અગાઉના કોરોના રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા બાદ તેણે ખાનગી લેબમાં પોતાની જાતે જ ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તે નેગેટિવ આવ્યો હતો પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) ફરીથી તેનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આમ કોરોના ડ્રામાને કારણે સમગ્ર વિશ્વમાં પીસીબીની મજાક થઈ રહી છે. આ જોઇને ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ કટાક્ષ કર્યો હતો કે ગૂંચવણનું બીજું નામ એટલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ. તેણે કહ્યું હતું કે ત્યાં બધા જ ડ્રામા થાય છે. કોરોના પોઝિટિવ, નેગેટિવ, ફરીથી પોઝિટિવ અને આ બધું માત્ર ૭૨ કલાકમાં. માત્ર પીસીબીમાં જ આ શક્ય બની શકે છે. પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ગંભીર પરિસ્થિતિ છે. અમે તમામ ખેલાડીને ટેસ્ટ ફરીથી કરાવ્યા છે. જોઇએ શું પરિણામ આવે છે. અમારો ઇરાદો કોઈને બદનામ કરવાનો નથી. પીસીબીના વડા વસિમ ખાને જણાવ્યું હતું કે હફીઝે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવીને નિયમોનો ભંગ કર્યો છે. તેનાથી બોર્ડનું નામ ખરાબ થયું છે. આ પહેલી વાર નથી જ્યારે હફીઝે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય. અગાઉ પણ તે મીડિયા સામે વાત કરીને નિયમો તોડી ચૂક્યો હતો. પાકિસ્તાની ટીમ ૨૮મી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થનારી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope