વિદેશની મહિલાના ગર્ભમાંથી જન્મેલ રાષ્ટ્રભક્ત ન હોઈ શકે

લોકસભા સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી વિવાદમાં
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના સાંસદે કરેલા નિવેદન પર મોટો હોબાળો થશે એ નક્કી છે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૯ સંસદસભ્ય, પ્રજ્ઞાસિંહ ઠાકુર, જેઓ હંમેશા તેમના નિવેદનો માટે વિવાદમાં રહે છે, તેમણે ફરીથી કંઈક એવું કહ્યું છે કે જેના પર હંગામો મચશે એ વાત નક્કી છે. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યા વગર વિવાદિત ટિપ્પણ કરી છે, મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, વિદેશી સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મેલી વ્યક્તિ ક્યારેય દેશભક્ત ન બની શકે. વિદેશીના પેટમાંથી જન્મેલાને ક્યાંથી ખબર હોય કે દેશપ્રેમ શું છે? સાંસદે કહ્યું કે કોંગ્રેસે પોતાના તરફ નજર નાખવી જોઈએ, તેમન પક્ષમાં ન તો બોલવાની નમ્રતા છે, ન સંસ્કારો અને દેશભક્તિ, હું એક જ વાત કહીશ, તેમના નેતાઓએ બે દેશોનું નાગરિત્વ ધરાવે છે તો તેમના દેશપ્રેમ ક્યાંથી જોવા મળે. વિદેશીના પેટમાંથી જન્મેલાને ક્યાંથી દેશ અને દેશ પ્રેમ શું છે એ ખબર પડશે? પ્રજ્ઞા ઠાકુરે ચાણક્યના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચાણક્યએ કહ્યું હતું કે, જે અહીં જન્મેલો આ ભૂમિનો પુત્ર છે, અહીં જન્મ્યો છે, ફક્ત તેજ આ દેશની રક્ષા કરી શકે છે, વિદેશી સ્ત્રીના ગર્ભાશયમાંથી જન્મેલો કોઈ પણ દેશભક્ત ક્યારેય નહીં બની શકે. પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર તેમના પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા પણ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં અપાયેલા ત્રાસને કારણે તેમની એક આંખ ખરાબ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે પૂર્વ યુપીએ સરકારમાં તેમને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, મને માર મારવામાં આવ્યો હતો જેના કારણે મારી એક આંખ પણ ગુમાવી દીધી હતી. મારી દ્રષ્ટિ ઓછી થઈ ગઈ. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે મેં નવ વર્ષ કોંગ્રેસના ત્રાસને સહન કર્યો હતો, આ દરમિયાન મને મારા શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. મગજ તરફ મારી આંખોમાંથી પરુ થયું અને સોજો ચડી ગયો હતો, જેના કારણે મને હજી પણ જમણી આંખમાંથી સ્પષ્ટતા દેખાતું નથી અને ડાબી આંખથી કંઈજ દખાતું નથી, અત્રે ઉલ્લેખનીય છે કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વર્ષ ૨૦૦૮ માં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ જેલમાં હતા ત્યારે કોંગ્રેસ પર પજવણીનો આરોપ લગાવ્યો હતો.
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More