પાકના કરાંચી સ્ટોક એક્સચેન્જ ઉપર હુમલોઃ ૧૧ લોકોનાં મોત

બીએલએએ હુમલાની જવાબદારી લીધી
એકે-૪૭ જેવી રાયફલો સાથે થયેલા ત્રાસવાદી હુમલામાં ૪ સુરક્ષા કર્મી, ૧ પોલીસ જવાન, રાહદારીનું પણ મોત (સંપૂર્ણ સમાચાર સેવા) કરાંચી, તા. ૨૯ પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાંચીમાં સ્ટોક એક્સચેન્જની ઈમારત પર સોમવારે ત્રાસવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. તેની જાણ થતાં જ પોલીસ કમાન્ડોએ ઈમારતને ઘેરી લઈને ચારેય સશસ્ત્ર ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં ચાર સુરક્ષાકર્મીઓ, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને એક રાહદારી વ્યક્તિનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે હુમલામાં ત્રણ પોલીસ કર્મીઓ સહિત કુલ ૭ વ્યક્તિ ઘાયલ થઈ હતી. ગ્રેનેડ અને એકે-૪૭ જેવી રાઈફલોની સાથે ત્રાટકેલા ૪ આતંકીઓએ કારમાં ધસી આવીને હુમલો કરી દીદ્યો હતો. તેમજ પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. સિન્ધ રેન્જર્સના જણાવ્યા મુજબ હુમલાની જાણ થતાં જ પોલીસ અને રેન્જર્સના કમાન્ડો સ્થળ પર પહોંચી ગયા હતા, તેમજ બિલ્ડીંગની ઘેરાબંધી કરીને ચારેય આતંકીને મોતને ઘાટ ઉતારી દીદ્યા હતા. આતંકીઓએ ઈમારત પરિસરના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરતાની સાથે રાઈફલોમાંથી ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે હેન્ડગ્રેનેડ ફેંકીને વિસ્ફોટ કર્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કરાંચી પોલીસના જણાવ્યા મુજબ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં એકે-૪૭, હેન્ડગ્રેનેડ, મેગેઝીન અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી હતી. બોમ્બ વિરોધ દળની ટીમ દ્વારા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તેમજ બિલ્ડીંગ પાસે બહાર પડેલી શંકાસ્પદ કારની પણ તપાસ કરવામાં આવી હતી. જેનો ઉપયોગ આતંકીઓએ કર્યો હોવાની આશંકા છે. કરાંચી પોલીસના વડાએ એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચારેય હુમલાખોરોને પોલીસના કમાન્ડોએ ઠાર કર્યા હતા. ચારેય એક સિલ્વર રંગની કોરોલા કારમાં ધસી આવીને સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ દ્વારા ટવીટ કરીને જણાવાયુ હતુ કે આતંકી હુમલા બાદ હજુ પરિસ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. સુરક્ષા દળોની મદદથી બિલ્ડીંગની સુરક્ષા વધારવાની સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્ટોક એક્સચેન્જમાં ઓફિસ ધરાવતા બ્રોકર યાકૂબ મેમણે જણાવ્યું હતું કે ઈમારત પર હુમલો થતાની સાથે જ તેઓ અને અન્ય કેટલાક લોકો પોતાની ઓફિસમાં જ સંતાઈ ગયા હતા. જ્યારે ગોળીબાર તેમજ વિસ્ફોટના અવાજ બંધ થયા તેમજ આતંકીઓને ઠાર કરાયા બાદ પોલીસે તમામ કર્મચારીઓ અને બોકર્સને એક સ્થળે ભેગા કર્યા હતા. તેની સાથે કમાન્ડોએ બિલ્ડીંગના તમામ માળ પર જઈને આતંકીઓએ કોઈ જગ્યાએ વિસ્ફોટક સામગ્રી તો નથી મુકીને તે માટે સર્ચ ઓપરેશન કર્યું હતું. ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારી રિઝવાન અહેમદના જણાવ્યા મુજબ ચારેય હુમલાખોરોના શબ પાસેથી ભોજન સામગ્રીના પેકેટ મળ્યા છે. તેનાથી એ વાતની જાણકારી મળે છે કે તેઓ ઈમારતને લાંબા સમય સુધી બાનમાં લેવાની ફીરાકમાં હતા. પરંતુ કરાંચી પોલીસના સમયસરના વળતા પ્રહારથી તેમનો ઈરાદો પાર પડી શક્યો ન હતો. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના નિર્દેશક આબિદ અલી હબીબે ઈમારત પરના હુમલાની ઘટનાને કમનસીબ ગણાવી હતી. તેમજ ચારેય આતંકીએ ર્પાકિંગ વિસ્તારમાંથી ધસી આવ્યા હતા, તેમજ સામે જે પણ નજરે પડ્યું તેની પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના મુખ્ય નિર્દેશક ફારૂખ ખાનના જણાવ્યા મુજબ સામાન્ય દિવસોની તુલનામાં આજે ઈમારતમાં લોકોની સંખ્યા ઓછી હતી. સામાન્ય દિવસોમાં બિલ્ડીંગમાં ૬,૦૦૦ લોકોની હાજરી રહેતી હોય છે. આતંકીઓને મુખ્ય દરવાજા પાસે જ રોકી દેવાયા હતા. તેમાંથી એક જ માત્ર થોડા ડગલાં આગળ વધી શક્યો હતો. ચારેયમાંથી એક પણ ટ્રેડિંગ હોલ કે ભવનમાં પ્રવેશ કરી શક્યો ન હતો. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડીંગ અત્યંત સુરક્ષિત વિસ્તારમાં છે, તેની સાથે ઈમારતમાં અનેક ખાનગી બેંકોની મુખ્ય ઓફિસો પણ છે. રોઈટર્સના જણાવ્યા મુજબ બલુચીસ્તાનના અલગાવવાદી આતંકી જૂથ - ધ બલોચ લિબરેશન આર્મી (મ્ન્છ)એ સોશિયલ મિડિયાના માધ્યમથી આ હુમલાની જવાબદારી લીદ્યી છે.
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More