તેલંગાણામાં નરાધમોએ વાંદરાને ફાંસીએ લટકાવ્યો

હવે વાંદરા સાથે ક્રૂરતા આચરાઈ
ખેતરમાં પાક બગાડતાં અકળાયેલા ખેડૂતના કારસ્તાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો : અહેવાલ (સંપૂર્ણ સમાચાર સેવા) હૈદરાબાદ, તા. ૨૯ કેરળમાં ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર દેશમાં આક્રોશ પેદા કર્યો હતો. હવે આ વોજ એક બનાવ તેલંગણામાં વાંદરા સાથે બન્યો છે. તેલંગાણાના ખમ્મમ જીલ્લાનો એક ક્રૂર વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક અસામાજીક તત્વોએ વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હોવાનું દેખાય છે. એટલું જ નહીં, નરાધમોએ તેમની આ ક્રૂરતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો. જેને કારણે સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસ કેસ નોંધીને આરોપીઓને શોધવા માટે તપાસ આદરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમ્માપાલેમ ગામના એક ખેતરના ઉભા પાકને વાંદરા નુકસાન પહોંચાડી રહ્યા હતા. તે જે પછી ખેતર માલિકે વાંદરાઓને નિશાન બનાવીને પકડ્યા હતા અને લાકડીઓથી માર માર્યો હતો. તે પછી વાંદરાના ટોળાને પાઠ ભણાવવા માટે વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ કોરોના મહામારીને લીધે તેમની ધરપકડ કરવામાં આવી નથી.
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More