જૉગિંગ બાદ ડર સાથે ફ્રીડમ મહેસૂસ કરી રહી છે ધુપિયા


લોકોથી ડિસ્ટન્સ પણ રાખી રહી છું ૮૦ દિવસ બાદ જૉગિંગ માટે ગઈ હતી એટલે ફ્રીડમની સાથે સાથે ડર પણ લાગી રહ્યો હતો : સ્ટાર નેહા ધુપિયા (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૮ નેહા ધુપિયાનું કહેવું છે કે, સવારના જૉગિંગ દરમ્યાન ફ્રીડમને મહેસૂસ કરવાની સાથે મને ડર પણ લાગી રહ્યો હતો. મુંબઈમાં હજી પણ કોરોના વાઇરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. બે મહિનાના લોકડાઉન બાદ મુંબઈમાં થોડીઘણી છૂટછાટ આપવામાં આવી છે. જોકે લોકો હજી પણ આ વાઇરસને સિરિયસલી નથી લઈ રહ્યા. ૮૦ દિવસ બાદ જૉગિંગ કરવા ગયેલી નેહા ધુપિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કૅપ્શન આપી છે, ‘૮૦ દિવસ બાદ જૉગિંગ માટે ગઈ હતી. ફ્રીડમની સાથે ડર પણ લાગી રહ્યો હતો. ફ્રીડમ એટલા માટે કે હું આઉટડોર ગઈ હતી અને ક્લીન ઍર લઈ રહી હતી. ફ્રીડમ એટલા માટે કે મારુંં ફેવરિટ મ્યુઝિક ચાલી રહ્યું હતું. ફ્રીડમ એટલા માટે કે મારા પગ થાકી ગયા બાદ ફરી મારા ઘર તરફ મને લઈ જઈ રહ્યા હતા. ફ્રીડમ એટલા માટે કે મેં માસ્ક પહેર્યો હતો અને લોકોથી ડિસ્ટન્સ પણ રાખી રહી હતી. ઘણા સમય બાદ મેં સવારનું જૉગિંગ કર્યું અને મારા ફેવરિટ ભાજીવાળા અને ફ્રૂટવાળાને દૂરથી હાથ હલાવીને હાય કરતાં મારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. ડર એટલા માટે લાગી રહ્યો છે કે ઘણા લોકો માસ્ક નથી પહેરી રહ્યા. મેં ઘણાને દૂરથી માસ્ક પહેરવા માટે કહ્યું હતું. ડર એટલા માટે લાગી રહ્યો હતો કે મુંબઈમાં પહેલાં જેવું સ્પિરિટ મને મિસિંગ લાગ્યું હતું. મને પહેલાં જેટલું મુંબઈ સેફ લાગતું હતું એ નહોતું લાગ્યું અને આ નૉર્મલ થશે કે નહીં એનો પણ મને ડર લાગતો હતો.’
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More