રાજસ્થાન હોસ્પિટલની બોર્ડ મિટિંગમાં ચેરમેનની હકાલપટ્ટી

વીડિયો કોન્ફરન્સિંગથી સેક્રેટરીને હટાવવું ભારે પડયું

નવા કાર્યકરી ચેરમેન તરીકે પીઆર કાકરિયાની સર્વાનુમતે નિમણૂંક કરાઈ : સેક્રેટરીની હકાલપટ્ટીનો વિરોધ વકર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૯
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે આવેલ ૩૮ વર્ષ જૂની રાજસ્થાન હોસ્પિટલમાં સત્તાપરિવર્તન થયાના દોઢ જ વર્ષમાં ચેરમેન સતીષ હુડિયાની હકાલપટ્ટી કરીને કાર્યકારી ચેરમેન તરીકે પી.આર.કાકરિયાની નિમણૂંક કરવામાં આવી છે. જયારે પ્રકાશ બાગરેેચાએ સેક્રેટરી તરીકનો હોદ્દો સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.આમ રાજસ્થાન હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે સત્તા માટે ધમાસણ ચાલુ રહ્યુ હતુ. રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન સતિષ હુડિયાએ ટ્રસ્ટીની મિનીટ બુક સહિતની વસ્તુઓ પોતાના ઘરે લઈ ગયા હતા. બાદમાં ઝૂમ એપ દ્વારા પોતાના ટ્રસ્ટીઓની મિટીંગ બોલાવી દીધી હતી. જેમાં હાલના સેક્રેટરી મહેન્દ્ર શાહને હટાવીને તેમની જગ્યાએ પ્રકાશ બાગરેચની નિમણૂંક કરી હતી. ઉપરાંત રાજસ્થાન હાઈસ્કૂલની ટ્રસ્ટીઓની ચૂંટણીઓ કરવાની જગ્યાએ ૬ જણાની ગેરકાયદેસર નિમણૂંક કરી દેવામાં આવી છે. જેનો રાજસ્થાન હોસ્પિટલના સભાસદોમાં સખ્ત વિરોધ નોૅધાયો હતો. રાજસ્થાન હોસ્પિટલમાં સત્તા પરિવર્તન થયા બાદ સભ્યોને એમ હતુ કે, હવે નવી બોડી પ્રજાની સેેવા કરશે તેની જગ્યાએ અત્યારે રાજકીય અખાડો બનાવી દીધો છે, શુ રાજકીય અખાડો બનાાવવા માટે સત્તા પરિવર્તન કરવામાં આવ્યુ હતુ. અત્યારે કોવીડ -૧૯ની દેશભરમાં મહામારી ચાલી રહી છે ત્યારે ઝૂમ એપ દ્વારા બિમાર લોકોને સારવાર આપવાની વાત થવી જોઈતી હતી. પછી ટ્રસ્ટીઓ દ્વારા કોવીડ-૧૯ની મહામારી ચાલતી હોય તેના સારવાર માટે અને ચેરમેન દ્વારા આચરવામાં આવેલ કૃત્યને રદ કરવા માટે સત્તાધીશો પાસે જરૂરી પરવાનગી મેળવીને આજે મિટીંગ યોજી હતી.જેમાં કોવીડ-૧૯ની મહામારીમાં દર્દીઓને સારવાર આપવા અને અન્ય બીમાર દર્દીઓની સારવાર અંગે ચર્ચા કરી હતી. બાદમાં હાલના ચેરમેન

સતીષ હુડિયા દ્વારા ઝૂમ એપ દ્વારા ગેરકાયદેસર મિટીંગ બોલાવીને લેવામાં આવેલા નિર્ણય રદ કર્યા હતા અને ચેરમેન સતીષ હુડિયાના કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને હકાલપટ્ટી કરી દીધી હતી.બાદમાં કાર્યકારી ચેરમેન તરીકે પી.આર.કાકરિયાની નિમણૂંક કરી દીધી હતી. મહત્વની બાબત એ રહી હતી કે, સતીષ હુડિયાએ જેમને સેક્રટરી બનાવ્યા હતા તેમને બોેર્ડ મિટીંગમાં કહ્યુ હતુ કે, મારી જાણ બહાર મારી નિમણૂંક કરી છે હું આ હોદ્દો લેવા તૈયાર નથી.
ટ્રસ્ટમાં કોણે વહીવટ માટે રસ ધરાવે છે…
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯
રાજસ્થાન હોસ્પિટલ આશરે ૩૮ વર્ષ પહેલા શાહીબાગ ખાતે બનાવવામાં આવી છે. જેમાં કુલ ૬૦ જેટલા ટ્રસ્ટીઓ છે. રાજસ્થાન હોસ્પિટલમાં પહેલા એક હથ્થુ શાસન ચાલતુ હતુ. તેવામાં આશરે દોઢ વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણીમાં ડમી ઉમેદવારોને મતદાનનો હક્ક છીનવી લેવામાં આવ્યો હતો. જેના લીધે રાજસ્થાન હોસ્પિટલમાં સત્તા પરિવર્તન થયુ હતુ.જેેમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે સતીષ હુડિયા, એકિઝકયુટિવ ચેરમેન તરીકે પી.આર.કાકરિયાની નિમણૂંક કરવામાં આવી હતી. આ પછી કેટલાક ટ્રસ્ટીઓનું ધ્યાર્યુ કામ ન થતા ચેરિટી કમિશનર કચેરીમાં જઈને વિખવાદ ઉભો કર્યો હતો. જે હાલ સિટી સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. રાજસ્થાન હોસ્પિટલના સભાસદો માને છે કે, કેટલાક લોકોેને બેંકમાં પડેલ ૧૦૦ કરોડની ડિપોઝીટો ઉપર નજર છે.

એપ દ્વારા બોર્ડ મિટીંગ બોલાવી ના શકાય……
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯
રાજસ્થાન હોસ્પિટલ દ્વારા ઝૂમ એપ દ્વારા મિટીંગ બોલાવીને લેવામાં આવેલ નિર્ણય કાયદાકીય વિરુધ્‌ છે, કાયદેસર ગણાય નહીં, કારણ કે, કોવીડ-૧૯ની મહામારી ચાલી રહી હોવાથી ટ્રસ્ટ એકટમાં લોકોની સેવા કરવાની હોય છે. ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓને કોરોનાની મહામારીમાં કામે લાગી જવાનું કહેવામાં આવ્યુ છે. આવા સમયે ચેરમેન દ્વારા ઝૂમ એપ દ્વારા બોલાવીને મનસ્વી રીતે લીધે નિર્ણય કાયદાનું વિરુધ્ધ છે તે કાયદા વિરુધ્ધ છે. ટ્રસ્ટનું કામ સેવા કરવાનું છે ત્યારે આ રીતે ઝૂમ એપ દ્વારા મિટીંગ બોલાવીને રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope