બોની કપૂરના ઘરમાં કોરોનાનો પગપેસારો

હવે પ્રોડ્યુસર બોની કપૂરનો નોકર કોરોના પોઝિટિવ આવ્યો લોખંડવાલા કોમ્પલેક્ષના મકાનમાં કરતા ૨૩ વર્ષના ચરણ સાહુને કોવિડ-૧૯ ના ટેસ્ટમાં પોઝિટીવ નોંધવામાં આવ્યો (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૨૦ આખી દુનિયા છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કહેરથી અસ્તવ્યસ્ત છે. ભારતમાં આ જીવલેણ વાયરસને કારણે છેલ્લા ૨ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. બોલિવુડ પણ કોરોનાના પ્રકોપથી બાકાત નથી. ઘણા કેસ સામે આવ્યા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રૉડ્યુસર બોની કપૂરના ઘરે પણ કોરોના પહોંચી ગયો છે. બોનીના ઘરમાં કામ કરનારા એક નોકરનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો બોનીએ જણાવ્યું કે, તેના લોખંડવાલા કોમ્પલેક્ષવાળા ઘરમાં કામ કરનારા ૨૩ વર્ષના ચરણ સાહુને કોવિડ-૧૯ ના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા બાદ સોસાયટીની ઓથોરિટીઝ અને બીએમસીના અધિકારીઓન આ વિશે સૂચના આપવામાં આવી. બોની કપૂરની પુત્રી જાહ્‌નવી કપૂરે પણ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી છે. આના પછી પરત બીએમસી અને રાજ્ય સરકારના લોકો ત્યાં પહોંચી ગયા અને સાહુને ક્વૉરન્ટાઈન સેન્ટર લઈ ગયા. જો કે, બોનીએ જણાવ્યું કે, તે, તેમના બાળકો અને સ્ટાફ પૂરી રીતે સ્વસ્થ છે. અને તેમનામાં બીમારીના કોઈ લક્ષણ નથી. તેમણે એ પણ જણાવ્યું કે, લોકડાઉન લાગુ થયા બાદ ઘરની કોઈપણ વ્યક્તિ બહાર ગઈ નથી. તેમણે ચરણ સાહુના જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરવાની આશા વ્યક્ત કરી. જણાવી દઈએ કે, સૌથી પહેલા બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂરનો કોરોના પોઝિટીવ નોંધવામાં આવ્યો હતો. તે લંડનથી લખનઉ આવી હતી. ત્યારબાદ પ્રૉડ્યુસ કરીમ મોરાની અને તેની બંને દીકરીઓને કોરોના પોઝિટીવ નોંધવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતાને પણ કોરોના હોવાનું સામે આવ્યું હતુ
 
latest news
ગુજરાતથી ૭૦૦ ટ્રેન દ્વારા ૧૦ લાખથી વધુને વતન મોકલાયા

હજુ સુધી ૧૦ લાખ ૧૫ પરપ્રાંતિયોને રવાના કરાયા

ઉદ્યોગ-ધંધા, વેપાર, ...

દ્ગહ્લજીછ પરિવારોને ૨૭મીથી ફ્રીમાં અનાજ વિતરણ શરૂ થશે

મનપાના ૩.૩૨ લાખ પરિવારોને લાભ મળશે

રાજ્યમાં હજુ સુધી અમદાવાદ સિવા...

બોની કપૂરના ઘરમાં કોરોનાનો પગપેસારો હવે પ્રોડ્યુસર બોની કપૂરનો નોકર કોરોના પોઝિટિવ આવ્યો લોખંડવાલા કોમ્પલ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More