હવે વિદ્યાસહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય

ગુજરાત સરકારે ફિક્સ પગાર ધરાવતા વિદ્યાસહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સાથે સાથે રાજ્ય સરકારે વિજ કંપનીઓના કર્મચારીઓ માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે જેના ભાગરુપે ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડ સહિત અન્ય છ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ એન્જિનિયરોને સાતમાં પગાર પંચનો લાભ અપાશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકારે ફીક્સ વેતનથી ફરજ બજાવતાં કર્મચારીઓના ઉચ્ચક વેતનમાં વખતોવખત વધારો કર્યો છે અને છેલ્લે સાતમાં પગારપંચના પ્રથમ સ્કેલ ધોરણ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓને પગારનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો તેને કર્મચારીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો છે, ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ૨૧,૩૦૦થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે ૧૧,૫૦૦નો પગાર ચુકવવામાં આવે છે. તેમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

હવે આ વિદ્યાસહાયકોને ૧૯,૯૫૦નો પગાર ચુકવાશે. તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતાં વિદ્યાસહાયકોના મંડળો દ્વારા આ વધારો કરવા માટે રજુઆતો થઈ હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાણા મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો લાભ રાજયના અંદાજે ૨૧,૩૬૩થી વધુ વિદ્યાસહાયકોને મળશે. જેના લીધે રાજય સરકારને અંદાજે વાર્ષિક ૨૦૫.૦૦ કરોડનો બોજા પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ ૦૧.૦૨.૨૦૧૭થી કરવામાં આવશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના કરોડો નાગરિકો, લાખો ખેડુતો, હજારો ઉદ્યોગકારો અને અનેક દુકાનોમાં ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા નિયમિત રીતે ગ્રાહકોને વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે, આ વીજ પુરવઠો પુરો પાડતી વીજ ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને સાતમાં પગારપંચનો લાભ આપવાનું રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેનો લાભ અંદાજે ૪૮,૦૦૦થી વધુ કર્મયોગીઓને મળશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના વિકાસમાં અને નાગરિકોને સગવડો માટે અવિરત સેવા પુરી પાડતી આ વીજ કંપનીઓના યુનિયનો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાણામંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરીયાને વખતોવખત રજુઆતો થઈ હતી, તેને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આજે તેમના જન્મદિને આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, વિવિધ વીજ કંપનીના ૪૮,૦૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ અને એન્જીનિયરો માટે તેમના યુનિયનો દ્વારા સેટલમેન્ટના આધારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ભથ્થા આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારના તમામ અધિકારી, કર્મચારીઓ અને ગ્રાન્ટેબલ શાળાના તમામ શિક્ષકો, કર્મચારીઓ વગેરેને સાતમાં પગારપંચનો લાભ આપી દેવાયો છે, ત્યારે વીજ વિતરણ અને વીજ ઉત્પાદન સાથે સંકળાયેલ આ ૪૮,૦૦૦થી વધુ કર્મયોગીઓને પણ સાતમાં પગારપંચનો લાભ આપવાથી અંદાજે ૨૭૬ કરોડનો વધારાનો બોજા વીજ કંપનીઓને પડશે. તેમણે ઉમેર્યું કે, સાતમા પગાર પંચનો વધારાનો અમલ તા. ૦૧.૦૮.૨૦૧૭થી કરવામાં આવશે અને તા. ૦૧.૦૧.૨૦૧૭ થી તા. ૩૧.૦૭.૨૦૧૭ સુધીના પગાર તફાવતની રકમ અંગે રાજય સરકારના કર્મયોગીઓ માટે જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ એરીયર્સ ચુકવાશે. આ નિર્ણયનો લાભ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ સંલગ્ન છ કંપનીઓના તમામ કર્મયોગીઓને મળશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope