સ્વાઈન ફ્લુનો હાહાકાર : વધુ ૧૨ના મોત, મૃતાંક ૨૨૦ થયો

કિલર સ્વાઈન ફ્લુનો આતંક રાજ્યભરમાં જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ મોતના પરિણામ સ્વરુપે ખળભળાટ મચી ગયો છે. મોતનો આંકડો રાજ્યમાં રોકેટગતિએ વધીને ૨૨૦ ઉપર પહોંચ્યો છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુથી વધુ ૧૨ લોકોના મોત સાથે આતંક જારી રહ્યો છે. નવા આંકડા મુજબ સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા ૧૧૨૯ નોંધાઈ છે જ્યારે સારવાર બાદ સ્વચ્થ થઇ ચુકેલા લોકોની સંખ્યા ૭૪૬ નોંધાઈ છે. આંકડા દર્શાવે છે કે, કુલ કેસોની સંખ્યા ૨૦૯૫ નોંધાઈ ચુકી છે. નવા કેસોની સંખ્યા આજે ૨૧૨ નોંધાઈ હતી જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૩૧, સુરતમાં ૧૫, ગાંધીનગરમાં ૯, કચ્છમાં ૮, વડોદરા, મહેસાણામાં છ-છ, જુનાગઢ, આણંદ અને પાટણ અને બનાસકાંઠામાં ૩-૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. એએમસીમાં નવા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે. જ્યારે આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ૧૨ લોકોના મોત થયા હતા જે પૈકી એએમસીમાં ૦૪ અને અમદાવાદમાં બે મોતનો સમાવેશ થાય છે. આવી જ રીતે એસએમસી, કચ્છ, ગિર સોમનાથ, બીએમસી, ભાવનગર, નવસારીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. મોતનો આંકડો વધીને ૨૨૦ ઉપર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુ હાલ કાબુમાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ખુદ સરકારના આંકડા પ્રમાણે, રાજયભરમાં અત્યારસુધી સ્વાઇન ફલુના કારણે ૨૨૦થી વધુ લોકોના મોત થયા છે, જા સરકારનો આંકડો આટલો મોટો હોય તો, રાજયનો સ્વાઇન ફલુ પોઝીટીવના અને મૃત્યુનો આંક કેટલો ઉંચો હોઇ શકે તે સ્વાભાવિક રીતે સમજી શકાય એમ છે. સ્વાઇન ફલુના ભરડામાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, જુનાગઢ, આણંદ, પાટણ સહિતના વિસ્તારો આવી ગયા છે. નવા વિસ્તારો પણ ઉમેરાઈ રહ્યા છે. રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજયમાં સૌથી વધુ મોત અત્યાર સુધીમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. સ્વાઇન ફુલના ભયાનક સ્વરૂપને જાતાં આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી તાજી પરિસ્થિતિ જાણી હતી અને સ્વાઇન ફલુની સારવાર અને તેને નિયંત્રણ સંબંધી જરૂરી સૂચનો પણ કર્યા હતા.
 
latest news
રાજસ્થાન હોસ્પિટલની બોર્ડ મિટિંગમાં ચેરમેનની હકાલપટ્ટી

વીડિયો કોન્ફરન્સિંગથી સેક્રેટરીને હટાવવું ભારે પડયું

નવા કાર્યક...

શંકાસ્પદ લક્ષણ વાળાને સોલા સિવિલમાં ટેસ્ટની ના પડાઈ

સરકારી હોસ્પિટલોની બેદરકારીનો વધુ એક બનાવ

ન્યૂ રાણીપના શખ્સને પા...

રાજકોટ સિવિલના ડોક્ટરની બદલીથી ૧૦ તબીબો નારાજ

તમામ સાથી તબીબોએ રાજીનામા આપ્યા

મેડિકલ કોલેજના અસોસિએટ પ્રોફેસર ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More