વિવાદાસ્પદ જમીન પર જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવે

રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં એક નવો વળાંક આવી ગયો છે. ઉત્તર પ્રદેશના સિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આજે કહ્યું હતું કે, વિવાદાસ્પદ જમીન ઉપર રામ મંદિર બનવું જાઇએ અને તેનાથી થોડાક અંતરે મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદ પણ બનવી જાઇએ. શિયા વક્ફ બોર્ડે મુસ્લિમ વર્ચસ્વવાળા વિસ્તારમાં મસ્જિદ બનાવવાની વાત કરીને વિવાદાસ્પદ રામજન્મભૂમિ સ્થળ પર મંદિરની વાત કરી છે. વિવાદાસ્પદ જમીન પર રામ મંદિર બનાવવાની તરફેણ કરીને એક નવી ચર્ચા જગાવી દીધી છે.

શિયા વક્ફ બોર્ડે દાવો કર્યો છે કે, બાબરી મસ્જિદ શિયા વક્ફની હતી જેથી આ મામલામાં બીજા પક્ષકારોની સાથે વાતચીત કરીને એક શાંતિપૂર્ણ સમાધાન સુધી પહોંચવા માટે અધિકાર માત્ર તેની પાસે જ છે. બીજી બાજુ બાબરી મસ્જિદ એક્શન કમિટિ તરફથી કહેવામાં આવ્યું છે કે, કાયદાની નજરમાં આ એફિડેવિટનું કોઇ વધારે મહત્વ નથી. ૩૦ પાનાની એફિડેવિટને ઉપયોગી તરીકે ગણવામાં આવી રહી છે. શિયા વક્ફ બોર્ડનું કહેવું છે કે, જા મંદિર અને મસ્જિદનું નિર્માણ થઇ જશે તો આ લાંબા વિવાદ અને રોજ રોજની અશાંતિથી મુક્તિ મળી જશે.

બીજી બાજુ અયોધ્યા વિવાદ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકનાર અરજીઓ પર સુનાવણી માટે જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચની રચના કરવામાં આવી છે. આ બેંચ ૧૧મી ઓગસ્ટના દિવસે આ અરજી પર સુનાવણી કરશે. આ ત્રણ સભ્યોની ખંડપીઠમાં અન્ય બે સભ્યોમાં જÂસ્ટસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે. આ ખંડપીઠ અયોધ્યામાં રામ મંદિર બાબરી મસ્જિદ ભૂમિના માલિકી હકને લઇને ચાલી રહેલા વિવાદમાં નિર્ણય કરશે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ૨૦૧૦માં પોતાની વ્યવસ્થામાં આ ભૂમિને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાતા, રામલલ્લા વચ્ચે ત્રણ હિસ્સામાં બરોબર વહેંચી દેવાનો આદેશ કર્યો હતો. થોડાક દિવસ પહેલા જ એક ઘટનાક્રમમાં ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ સાથે જાડાયેલા મામલામાં પક્ષ બનવાનો ફેંસલો કર્યો હતો. બોર્ડ અધ્યક્ષ વસીમ રિજ્જુએ કહ્યું હતું કે, બોર્ડ સભ્યોનો અભિપ્રાય છે કે, વક્ફ મસ્જિદ મીરબકી, જેને અયોધ્યામાં બાબરી મસ્જિદના લોકપ્રિય નામથી ઓળખવામાં આવે છે તે બાબરના સમયે મીર બકી દ્વારા બનાવવામાં આવી હતી અને આ શિયા મસ્જિદ હતી. મિર બકી શિયા હતા.

રિજ્જુએ દાવો કર્યો છે કે, આ તથ્ય મુજબ તે શિયા મસ્જિદ હતી. માત્ર મસ્જિદના ઇમામ જ સુન્ની હતા. જેમને શિયા મુતવલ્લી પગાર ચુકવતા હતા. ત્યં શિયા અને સુન્ની બંને સમુદાયના લોકો નમાઝ અદા કરતા હતા. બોર્ડ સભ્યોની દ્રષ્ટિથી મિડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, વર્ષ ૧૯૪૪માં સુન્ની બોર્ડે મસ્જિદ પોતાના નામથી નોંધાવી લીધી હતી જેને શિયા બોર્ડમાં ૧૯૪૫માં કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો પરંતુ શિયા બોર્ડ આ કેસ હારી ગયું હતું. શિયા બોર્ડના અધ્યક્ષે કહ્યું છે કે, હાલના વર્ષોમાં કોઇએ પણ ઉપરોક્ત આદેશની સમીક્ષા માટે હાઈકોર્ટ અથવા કોઇ અન્ય કોર્ટમાં અરજી દાખલ કરીને હવે તેમની પાસે આદેશની નકલ રહેલી છે. બોર્ડે જવાબદારી આપી છે કે મસ્જિદમાં સ્વામિત્વ પર દાવો કરવામાં આવે. આજ ક્રમમાં આજે શિયા વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી.

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope