વિજય રૂપાણી પરિવાર સાથે અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા

તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગુજરાત ભરમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જેનાં પગલે બનાસકાંઠા જીલ્લામાં પણ વધારે અસર જાવા મળી હતી જેનાં પગલે રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સતત પાંચ દિવસ પુરનાં અસરગ્રસ્તોની સાથે રહી તેમને વધુમાં વધુ સહાય થાય અને બનાસકાંઠો જીલ્લો ફરી બેઠુ થાય તેનાં પ્રયત્નો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં દ્વારા કરાયા હતા અને પાંચ દિવસ પોતાની સમગ્ર કાર્યાલય બનાસકાંઠા ને બનાવી હતી. આજે વિજય રૂપાણી પોતાના પાંચ દિવસ બનાસકાંઠાના પૂર્ણ કરી પરત ગાંધીનગર ફરતાં પહેલા આજે વહેલી સવારે પોતાના પરીવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતેમાં અંબા ને નત્તમસ્તક થવાં પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને નીજ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી કપુર આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પ્રતીમા સ્મૃર્તી ચિન્હ સ્વરૂપે ભેટ અપાઈ હતી અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેમનાં એક મિત્ર હેતલરાજગુરુ સાથે પરીવાર સહીત માતાજીની ધજા ચઢાવી હતી અને ત્યાર બાદ પોતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને તેમનાં ધર્મપત્ની તથા પરીવારજનો ગબ્બરનાં દર્શનાર્થે જવા નિકળ્યા હતાં. અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમને માતાજીને પ્રાર્થના કરી હતી કે રાજયભરમાં આવો પ્રકોપ ન થાય અને બનાસકાંઠા જીલ્લો સતવરે બેઠુ થાય જ્યારે રાહુલ ગાંધી આજે બનાસકાંઠા મુલાકાતે છે ત્યારે વિજય રૂપાણી એ તે બાબતે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી બનાસકાંઠાની અસરગ્રસ્ત પ્રજા વચ્ચે રાજકારણ ન કરે તથા આગામી રાજય સભાની ચૂંટણીમાં ત્રણે સભ્યો ભાજપાનાં વિજય બને તેવી આશા વ્યક્ત કરી હતી અને બેગલુરુ ગયેલાં ગુજરાતનાં ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે, સોનીયા ગાંધી એ પુત્ર પ્રેમમાં કોંગ્રેસ ડુબાડી છે. જ્યારે અહેમદ પટેલ પોતાના વિજય ને લઈ ગુજરાતનાં કોંગ્રેસી ધારાસભ્યો ને ડુબાડશે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More