રક્ષાબંધનના પર્વની ભવ્યરીતે ઉજવણી : ભારે ઉત્સાહ રહ્યો

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયની જામનગર, જૂનાગઢ સહિતની જેલોમાં આજે રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી હતી. સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ રડતી આંખોએ જયારે પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધી ત્યારે એક તબક્કે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ પોતાના ભાઇઓની જેલમાંથી જલ્દી મુકિત માટે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી તો, બીજીબાજુ, કેદી ભાઇઓએ પણ બહેનને તે ખૂબ ખૂબ સુખી થાય તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા. શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયના વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતની જેલોમાં પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા આજે વહેલી સવારથી જ બહેનો જેલ પ્રાંગણમાં ઉમટી હતી. જેના કારણે જેલોની બહાર આજે બહેનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. બહેનો હાથમાં રાખડી, મઠાઇના પેકેટ અને કંકુ-ચોખાની કંકાવટી લઇ ઉભેલી હરખાતી નજરે પડતી હતી પરંતુ સાથે સાથે પોતાનો ભાઇ જેલમાં હોવાની વેદના અને કરૂણા પણ બહેનોના ચહેરા પર વર્તાતી હતી. જેલ સત્તાવાળાઓ તરફથી બહેનો પોતાના કેદી ભાઇઓને સારી રીતે રાખડી બાંધી શકે અને તેમની સાથે વ્યવસ્થિતી રીતે વાતચીત કરી શકે તે માટે સમયની અનુકૂળતા આપવા સહિતની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને જયારે રડતી આંખોએ રાખડી બાંધી તેને આશીર્વાદ આપ્યા ત્યારે કેદીભાઇઓ પણ પોતાના આંસુઓને રોકી શકયા ન હતા અને તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી. બહેનોએ કેદી ભાઇઓના માથે કંકુનો ચાંલ્લો કરી, ચોખા લગાવી ભારે હેત અને પ્રેમથી રાખડી બાંધી હતી અને મીઠાઇ ખવડાવી તેનું મોં મીઠું કરાવ્યું હતું. બહેનોએ પોતાના ભાઇઓેને જેલમાંથી જલ્દી મુક્તિ મળે તેમ જ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી તો, ભાઇઓએ પણ પોતાની વ્હાલસોયી બહેનને ગળે લગાવી તેનો ખૂબ આભાર માની તેને હૃદયપૂર્વકના આશિષ આપ્યા હત કે, ભગવાન તેને ખૂબ ખૂબ સુખી કરે. ભાઇ-બહેનના આજના પવિત્ર મિલનને લઇ સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More