મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા

મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ સાથે તેની ફ્રેન્ચાઈઝ સમજૂતિનો અંત લાવી ચુકી છે. ૧૬૯ રેસ્ટોરન્ટ હાલમાં ઓપરેટેડ હતા જે હવે ૧૫ દિવસની અંદર મેકડોનાલ્ડના નામનો ઉપયોગ કરી શકશે નહીં. કોનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ પ્રાઇવેટ લિમિટેડ મેકડોનાલ્ડના ઉત્તર અને પૂર્વીય ભારતમાં આઉટલેટ ચલાવે છે.

આજે સીપીઆરએલ બોર્ડને નોટિસ આપીને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં તમામ પ્રકારની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સમાજના દરેક વર્ગમાં મેકડોનાલ્ડ જેવી બ્રાન્ડ જાણિતી બની ચુકી છે. મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ હવે હાઉસફુલની સ્થિતિમાં રહે છે. મેકડોનાલ્ડે સીપીઆરએલ લાયસન્સને રદ્દ કરી દેતા ઉત્તર પૂર્વમાં ૧૬૯ આઉટલેટ બંધ થવાની સ્થિતિમાં આવી ગયા છે.

ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટનો અંત લાવી દેવામાં આવ્યો છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં કોનોટ પ્લાઝા રેસ્ટોરન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ ચલાવવામાં આવી રહ્યા હતા જેમાં તમામ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. મેકડોનાલ્ડના ફેમિલી રેસ્ટોરન્ટ વધારે જાણિતા રહ્યા છે. એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, ૨૯મી જૂનના દિવસે કંપનીએ દિલ્હીમાં તેના ૪૦ રેસ્ટોરન્ટમાં ઓપરેશનને બંધ કરવાની જાહેરાત કરી હતી.

અનેક આઉટલેટના ઇટિંગ હાઉસ લાયસન્સની અવધિ પૂરી થઇ ગઇ હતી જેના પરિણામ સ્વરુપે સીપીઆરએલને મેકડોનાલ્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાથી રોકે છે. મેકડોનાલ્ડ દ્વારા આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપી દેવામાં આવી છે. આ જાહેરાત ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે ૧૩મી જુલાઈનાદિવસે સીપીઆરએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિક્રમ બક્ષીને યથાવત રાખ્યા હતા. એમઆઈપીએલને બક્ષી વચ્ચે સંયુક્ત સાહસ છે જે ૫૦-૫૦ છે. બક્ષીને ઓગસ્ટ ૨૦૧૩માં એમડી તરીકે દૂર કરવામાં આવ્યા હતા.

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope