પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય

રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની અનેક રિટેલ લોન ઉપર પ્રોસેસીંગ ફીમાં ધરખમ રાહતો આપી દીધી છે. બેંકે આજે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, કાર લોન, પર્સનલ લોન અને પર્સનલ ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફીમાં ૧૦૦ ટકાની છુટછાટ આપવામાં આવશે.

આ ફી માફી બીજી બેંકોની હોમ લોનને ટેકઓવર કરવા ઉપર મળનાર છુટછાટ સિવાયની છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા તહેવારના ઉત્સવની યોજનાના ભાગરુપે આની જાહેરાત કરવામાં આવી છે. તહેવારની સિઝન માટે આ અંગેની જાહેરાત કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. હોમલોનના ટેકઓવર પર જાહેરક્ષેત્રોની બેંકોએ અગાઉ પ્રોસેસીંગ ફી માફી કરી હતી.

કાર લોન ઉપર પ્રોસેસિંગ ફી એવા ગ્રાહકોને માફી મળશે જે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી અરજી કરી શકશે. એટલે કે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી કાર લોન ઉપર સમગ્ર પ્રોસેસિંગ ફી માફી રહેશે. આવી જ રીતે ૩૧મી ઓક્ટોબર ૨૦૧૭ સુધી પર્સનલ ગોલ્ડ લોન ઉપર અડધી પ્રોસેસિંગ ફી રહેશે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ગ્રાહક એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ૫૦ ટકાની છુટછાટ મેળવી શકે છે.

કંપનીએ આ જાહેરાત સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલી રકમ ઉપર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યાના ત્રણ સપ્તાહ બાદ કરી છે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વ્યાજદરમાં ૫૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. અધિકારીઓના કહેવા મુજબ આ મહિનાના અંત સુધીમાં એસબીઆઈ સમીક્ષા દરમિયાન એમસીએલઆરના દરોમાં કાપ મુકી શકે છે. એમસીએલઆર શું છે તેને લઇને હમેશા ચર્ચા રહે છે.

હકીકતમાં માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ પર આધારિત ધિરાણ દર છે જે લોન નક્કી કરતી વેળા બેંકોની ફોર્મ્યુલા તરીકે છે. એમસીએલઆર, ધિરાણના દર, ડિપોઝિટના દરના આધારે નક્કી કરવામાં આવે છે. માર્જિનલ કોસ્ટ ઓફ ફંડિંગના આધાર પર દરો નક્કી કરવાના પરિણામ સ્વરુપે હવે બેંકોને એક દિવસથી લઇને એક વર્ષની અવધિ માટે પાંચ બેંચમાર્ક રેટ નક્કી કરવામાં આવશે. બેંકો દ્વારા હાલની હિલચાલને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. એસબીઆઈના રિટેલ એડવાન્સનો આંકડો એક વર્ષના આધાર પર ૧૩.૩૧ ટકા રહ્યો છે.

જુન ૨૦૧૬માં આ આંકડો ૪૩૨૪૫૫ કરોડનો હતો જે વધીને જુન ૨૦૧૭માં ૪૯૦૦૦૫ કરોડ થઇ ગયો છે. જૂન ૨૦૧૬માં બેંકની હોમ લોનનો આંકડો ૨૪૮૭૦૯ કરોડ રૂપિયા હતો જે એક વર્ષ અગાઉ ત્રિમાસિક ગાળામાં ૨૮૩૩૩૧ કરોડ રૂપિયાનો હતો. આમા વાર્ષિક આધાર પર ૧૩.૯૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. એસબીઆઈ દ્વારા પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફીમાં જંગી રાહતો આપવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં આનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોનો જારદાર ધસારો રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope