તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી

અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ તુટેલા રસ્તાઓ મામલે થયેલા એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કહેવામા આવ્યુ છે કે જે સમયે શહેરના કોઈ પણ વિસ્તારમાં રસ્તો બની રહ્યો હોય એ સમયે મ્યુનિ.તંત્રમા ફરજ બજાવતા એડીશનલ ઈજનેર સહીત કુલ છ અધિકારીઓની એ સંયુકત જવાબદારી બનતી હોય છે કે તેઓ એ બાબતની ચકાસણી કરે કે રોડ ગુણવત્તા મુજબ બન્યો છે કે કેમ.સત્તાવારસૂત્રોના કહેવા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન આવી કોઈ ચકાસણી કરવામા આવી જ ન હતી. આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જુલાઈ માસ દરમિયાન પડેલા ૩૪ ઈંચ જેટલા ભારે વરસાદને પરીણામે શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામા આવેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર,નિયમ અનુસાર અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જે સમયે રોડ બની રહ્યો હોય એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ઝોનના એડીશનલ ઈજનેર ઉપરાંત આસીસ્ટન્ટ ઈજનેર સહીતની કુલ છ અધિકારીઓને રોડ યોગ્ય ગુણવત્તા વાળો બનાવવામા આવ્યો છે કે કેમ તેનુ સ્થળ તપાસ કરીને નિરીક્ષણ કરવાનુ હોય છે. આ સાથે જ એક આસીસ્ટન્ટ ઈજનેરને પેવર પ્લાન્ટ ઉપર ફરજ સોંપવામા આવતી હોય છે જે પ્લાન્ટમાં રોડ તૈયાર કરવા માટે તૈયાર કરવામા આવેલુ મિશ્રણ બરોબર તૈયાર કરવામા આવ્યુ છે કે કેમ તેની ચકાસણી કરતા હોય છે.દરમિયાન રોડ બનતો હોય એ સમયે જે પણ રિપોર્ટ તૈયાર કરવામા આવે તેને એડીશનલ ઈજનેર સમક્ષ મુકવામા આવતો હોય છે.એડીશનલ ઈજનેર આ રિપોર્ટને જાયા બાદ સ્થળ તપાસ કરતા હોય છે એ પછી જ જે તે કોન્ટ્રાકટરના બીલને આગળની કાર્યવાહી માટે મોકલવામા આવતા હોય છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં માત્ર થર્ડ પાર્ટી ઈન્સપેકશનના નામે બધુ લોલમલોલ ચાલ્યુ હોવાના કારણે રસ્તાઓ તુટવા પામ્યા છે. વિપક્ષનેતા શર્માએ રસ્તાઓના મામલે મ્યુનિ. અધિકારીઓને છાવરવામા આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ દ્વારા તપાસ પુરી થયા બાદ કોઈને પણ છોડવામાં નહી આવે એમ ફરી થી કહ્યુ છે.ઉલ્લેખનીય છે કે,આગામી ૧૧ સપ્ટેંબરે હાઈકોર્ટ દ્વારા મ્યુનિ.કમિશનરને રસ્તાઓ મામલે રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More