ગુજરાતની રાજયસભાની ૩ સીટ માટે સસ્પેન્સ વચ્ચે આજે મતદાન

જેના પર દેશના તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ છે તે ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકોની આવતીકાલે પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજનાર છે. આ હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ડ્રામાથી ભરપૂર એવા આ ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોને વિજયી બનાવવા ખાસ ચક્રવ્યૂહ અને કૂટનીતિ ઘડવામાં આવી છે. આ માત્ર રાજયસભાની ચૂંટણી નથી પરંતુ એક રીતે ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના એહમદ પટેલ એમ બે ચાણકયો વચ્ચે અહમ્‌ અને પ્રતિષ્ઠાનો જંગ છે. રાજયસભાની ચૂંટણીના પરિણામો પરથી બંને દિગ્ગજાનું પાણી મપાઇ જશે. સૌકોઇની નજર આવતીકાલના મતદાન પર મંડાઇ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સૌપ્રથમવાર મેદાનમાં ઉતાર્યા છે તો, સાથે સાથે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીન ભાજપમાં સામેલ થયેલા બળવંતસિંહ રાજપુતને પણ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે બળવંતસિંહ રાજપુતને મેદાનમાં ઉતારીને કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ માટે મુશ્કેલી વધારી દીધી છે. જા કે, ભાજપ અને કોંગ્રેસ માટે રાજયસભાની આ વખતની ચૂંટણી પ્રતિષ્ઠા અને ઇજ્જતના સવાલ સમી બની હોઇ કોઇપણ ભોગે જીતવા બંને પક્ષોએ એડીચોટીનું જાર લગાવ્યું છે. આ માટે એકબાજુ ભાજપના ચાણકય એવા અમિત શાહ દ્વારા ગઇકાલથી બેઠકોનો દોર ચલાવાયો હતો તો, બીજીબાજુ, કોંગ્રેસના ચાણકય એહમદ પટેલે પણ ગઇકાલે મોડી રાત સુધી પક્ષના આગેવાન અને વિશ્વાસુ નેતાઓ સાથે બેઠકો યોજી રણનીતિ ઘડી હતી. ભાજપ માટે તેના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઇ રહી છે તો શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડયા બાદ છ ધારાસભ્યોના રાજીનામા બાદ તૂટેલી કોંગ્રેસ માટે એકએક મતની ગણતરી ઘણી કિંમતી અને મૂલ્યવાન મનાઇ રહી છે. કોંગ્રેસના બીજા સાત ધારાસભ્યોનું વલણ પણ સ્પષ્ટ નહી હોઇ કોંગ્રેસ પાસે હાલ મતોની કટોકટી છે તેમ છતાં કોંગ્રેસ એહમદ પટેલને જીતાડવા માટેના ૪૫ મત તેમની પાસે હોવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસ પાસે હવે છે એટલા મતોમાંથી એકપણ મત આઘોપાછો ના થાય તે માટે કોંગ્રેસ એકદમ હાઇએલર્ટ પર છે. ખાસ કરીને ભાજપ અને તેના તોડફોડિયા માણસોથી સાવધ અને સજાગ થઇ છે. એટલે જ કોંગ્રેસ તેના તમામ ૪૪ ધારાસભ્યોને આણંદના નિજાનંદ રિસોર્ટમાં હવે એક દિવસ માટે દુનિયાથી જાણે અલિપ્ત રાખી રહી છે કે જેથી છેલ્લી ઘડીયે ભાજપવાળા કોઇ ગતકડું ના કરે. આવતીકાલે તમામ ૪૪ ધારાસભ્યોને રિસોર્ટથી લોખંડી સુરક્ષા કવચ વચ્ચે સીધા જ ગુજરાત વિધાનસભા ગૃહના મતદાન સ્થળે લઇ જવાશે. કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને પક્ષના વ્હીપ મુજબ, તેમના સત્તાવાર ઉમેદવાર એહમદ પટેલને જીતાડવા બહુ ગોખણપટ્ટી કરાવી છે પરંતુ હવે આવતીકાલના મતદાન બાદ સ્પષ્ટ થશે કે, કોંગ્રેસના ધારાસભ્યો રાજયસભાની ચૂંટણીની મતદાનની પરીક્ષામાં આખરે પાસ થયા કે કેમ. વળી, નોટાનો ઉપયોગ ભાજપ અને કોંગ્રેસ માટે મૂંઝવણ વધારી શકે છે. જા કે, બંને પક્ષ તેમના ધારાસભ્યો નોટાનો ઉપયોગ નહી કરે અને તેમના ઉમેદવારોને જ જીતાડશે એવો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની સીટ માટે તા.૮મી ઓગસ્ટની ચૂંટણીમાં નોટાના ઉપયોગની સામે કોંગ્રેસના નેતાઓએ અરજી કરી હતી, જા કે, સુપ્રીમકોર્ટે નોટા સામે કોઇ રાહત નહી આપતાં હવે ભાજપ અને કોંગ્રેસ બંને નોટાને લઇ થોડા ચિંતિત છે. ભાજપ પોતે પણ નોટાન લઇને નાખુશ છે. થોડાક દિવસ પહેલા જ ભાજપ પ્રતિનિધીમંડળે પણ ભારતના ચૂંટણી પંચ સમક્ષ એક મેમોરેન્ડમ સુપ્રત કરીને નોટા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભાજપને પણ રાજ્યસભામાં ક્રોસ વોટિંગની દહેશત સતાવી રહી છે. ભાજપના ટોપ નેતાઓને દહેશત છે કે વર્ષ ૨૦૧૭માં ચૂંટણી માટે ટિકિટ કપાનાર ધારાસભ્યો નોટાનો ઉપયોગ કરી શકે છે સાથે સાથે બળવંતસિંહ રાજપુત માટેની ત્રીજી સીટ જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે. કોંગ્રેસ પાર્ટીના સભ્યો માને છે કે અડધા ડઝન જેટલા ભાજપ ધારાસભ્યો ભાજપના ત્રીજા ઉમેદવારને ટેકો આપવાના બદલે પટેલને મત આપવાનુ પસંદ કરશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોત પોતાની રીતે ગણતરી કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં આવતીકાલે યોજાનારી ચૂંટણી પ્રતિષ્ઠા સમાન બની ગઇ છે. દેશમા તમામ રાજકીય પક્ષોની નજર હવે આવતીકાલની ચૂંટણી અને તેના મતદાન પર કેન્દ્રિત થઇ છે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More