એમેઝોન ભારતમાં ૧૦૦૦ લોકોની ભરતી કરવા તૈયાર

મહાકાય એમેઝોન કંપની ભારતમાં ૧૦૦૦થી વધુ લોકોની ભરતી કરવાની યોજના બનાવી રહી છે. સોફ્ટવેર પ્રોફેશનલોને વધારે પ્રાથમિકતા આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને કંપનીના જુદા જુદા ડિવિઝન માટે આ ભરતી કરવામાં આવનાર છે. મુખ્ય ભરતી રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કરવામાં આવશે. ડિવાઈસ બિઝનેસમાં પણ શક્યતા રહેલી છે. કંપનીએ માહિતી આપતા કહ્યું છે કે, જરૂરી ટેકનોલોજીમાં કુશળતા ધરાવનાર લોકોની સીધી ભરતી કરવામાં આવનાર છે. શક્ય તેટલા વધુ લોકોને ભરતી કરવામાં આવશે. એમેઝોનની વેબસાઇટ દ્વારા ભારતમાં ૧૨.૪૫ ઓપન પોલ્યુશન રહેલું છે. આ અંગેની માહિતી આપતા કંપનીએ કહ્યું છે કે, દેશમાં ૫૦૦૦૦થી વધુ લોકો કામ કરી રહ્યા છે. અમેરિકા બાદ બીજા સૌથી મોટા માર્કેટ તરીકે ભારત ઉભરી આવ્યું છે. વૈશ્વિકરીતે એમેઝોનના ૩૪૧૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમ પણ માનવામાં આવે છે કે, ભારતમાં ખુબ ઝડપથી કુશળ નિષ્ણાતોની ભરતી કરવામાં આવી રહી છે.જાણકાર લોકોનું એમ પણ કહેવું છે કે, ટોકિયો અને લંડન જેવા મોટા શહેરોમાં પણ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઓપન પોઝિસનમાં બેંગ્લોરમાં ૫૫૭ જગ્યા છે. જ્યારે હૈદરાબાદમાં ૪૦૩ અને ચેન્નાઈમાં ૧૪૯ જગ્યા છે. હાલમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More