ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત આજથી હડતાળ

પુણે સાઉન્ડ, લાઇટ્‌સ, ઇલેક્ટ્રીકલ્સ જેનસેટ એસોસિએશનને આવતીકાલે ૧૧મી ઓગસ્ટથી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા લાગૂ કરવામાં આવેલા કઠોર નિયમોને તોડવા બદલ તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. આક્ષેપ કરવામાં આવ્યા બાદ આખરે હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ઇવેન્ટ્‌સ ઇન્ડસ્ટ્રીમાં હડતાળ પડનાર છે. આના પરિણામ સ્વરુપે ઇÂન્ડયન ઓશિયન અને સનમના મ્યુઝિક કોન્સર્ટ સહિત ૧૦૦૦થી પણ વધારે ઇવેન્ટને અસર થાય તેવી શક્યતા છે. સૌથી મોટા ઇવેન્ટ તરીકે ગણેશ મહોત્સવ રહેનાર છે. તેને પણ અસર થાય તેવી વકી છે. તહેવારના સંદર્ભમાં વધી રહેલી ચિંતા વચ્ચે એસોસિએશનના પ્રમુખ ઉદય શાહે કહ્યું છે કે, એસોસિએશને પહેલાથી જ હડતાળના સંદર્ભમાં ગણેશ મંડળોને માહિતી આપી દીધી છે. શક્ય તેટલી વહેલીતકે હડતાળનો અંત લાવવા માટે સત્તાવાળાઓ અને એસોસિએશન વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે. તેમના મુદ્દાઓને રજૂ કરવા માટે દબાણના હેતુસર પ્રથમ વખત ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના એક વર્ગે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા વર્ષથી સમગ્ર ભારતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો સામે પરમીશન મેળવવા, પીપીએલ, આઈપીઆરએસ લાયસન્સ મેળવવા, ઇવેન્ટના આયોજકો પાસેથી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ટિકિટની માંગ જેવા મુદ્દાઓ રહેલા છે. જેના કારણે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પરેશાન છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જાડાયેલા લોકો એક થાય અને સાથે મળીને આગળ આવે તે ખુબ જરૂરી હોવાની બાબત હવે સપાટી ઉપર આવી રહી છે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...
તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More