અમરનાથ યાત્રા : આજે દર્શન કરવા છેલ્લી ટુકડી રવાના થશે

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. શ્રદ્ધાળુઓને લઇને જતી બસ પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હોવા છતાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓમાં કોઇ ભય નથી. આજે સવારે અમરનાથના દર્શન કરવા માટે ૧૩૨ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. સઘન સુરક્ષા વચ્ચે તમામ શ્રદ્ધાળુઓ વહેલી પરોઢે ૨.૫૫ વાગે રવાના કરવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓ પાંચ વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ વિગત આપતા કહ્યુ હતુ કે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત થયેલા છે. જમ્મુ ઝોનના આઇજીપી એસડી સિંહ જામવાલે કહ્યુ છે ક શ્રદ્ધાળુઓની અંતિમ બેચ પાંચમી ઓગષ્ટના દિવસે કાશ્મીર ખીણ માટે જમ્મુથી રવાના થશે. ત્યારબાદ કોઇ શ્રદ્ધાળુઓને આગળ જવાની તક મળશે નહી. કારણ કે અમરનાથ યાત્રા સાતમી ઓગષ્ટના દિવસે પૂર્ણ થનાર છે. આ વર્ષે ૪૦ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. ૨૯મી જુનના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી હતી. રક્ષા બંધનના દિવસે તેની પુર્ણાહુતિ થનાર છે. છડી મુબારક આવતાની સાથે આ અમરનાથ યાત્રા પૂર્ણ થશે. સાતમી ઓગષ્ટના દિવસે સવારે અંતિમ પુજા કરવામાં આવનાર છે. બલતાલ અને પહેલગામ બન્ને રૂટ ખાતે હેલિકોપ્ટરની સેવા પણ ઉપલબ્ધ છે. ગુરૂવાર સુધી ૨૫૭૫૮૯ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આ વર્ષે ૪૮ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જે પૈકી માર્ગ અકસ્માતમાં ૧૭ના અને ૧૦મી જુલાઇના દિવસે કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. કુદરતી કારણોસર ૨૩ શ્રદ્ધાળુઓના મોત થયો છે. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશ† સીમા બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાતના અમરનાથ શ્રદ્ધાળુઓની બસ પર ત્રાસવાદી હુમલો કરાયો હતો જેમાં છ મહિલા સહિત સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૩૨ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. અમરનાથ ગુફાના દર્શન કરીને શ્રદ્ધાળુ પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરાયો હતો.ગુજરાત રજિસ્ટ્રેશન નંબરની બસ બાલતાલથી જમ્મુ તરફ આવી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. જા કે, અમરનાથ યાત્રાના કાફલાના ભાગરુપે આ બસ ન હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓની યાત્રીઓની જીજે-૦૯-ઝેડ-૯૯૭૬ નંબરની બસ એકલી પરત ફરી રહી હતી. સાંજે ચાર વાગે શ્રદ્ધાળુઓનો કાફલો પરત આવી રહ્યો હતો ત્યારે રાત્ર આ હુમલો કરાયો હતો. આ અગાઉ ૨૦૦૨માં પહેલગામમાં અમરનાથ યાત્રાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૭ શ્રદ્ધાળુ સહિત ૨૭ના મોત થયા હતા.અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધે છે. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટર લાંબા માઉન્ટેન ટ્રેકથી જારી રહે છે. જ્યારે અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે ચાલે છે. અમરનાથ યાત્રા પૂર્ણાહૂતિના આરે છે ત્યારે છેલ્લી ઘડીએ પણ શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ ઉત્સાહ ૭મી સુધી અકબંધ રહે તેવી શક્યતા છે. ભીષણ ત્રાસવાદી હુમલો પણ એક વખત થઇ ચુક્યો છે પરંતુ ત્રાસવાદીઓ પોતાની યોજનામાં સફળ થયા નથી. કારણ કે, શ્રદ્ધાળઓનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. શ્રદ્ધાળુઓમાં દર્શનનો આંકડો અઢી લાખથી ઉપર પહોંચ્યો છે. દરિયાઈ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈએ સ્થિતી અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન માટે આ ધસારો જાવા મળે છે.
 
latest news
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો? ટોળાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યા
પલિયડ ગામે પાટો...
ગુજરાતમાં કોરોના પોઝિટિવ ૮૭૫ કેસ, ૧૪ જણાનાં મોત સુરતમાં કોરોનાના ૨૬૯ કેસ સામે આવ્યા
અત્યાર સુધી ૪૪૯૩૪૯ ટેસ...
ગુજરાત પોલીસે રિસાલદાર અને લતીફનું પણ એન્કાઉન્ટર કર્યું હતું રાજ્યના એન્કાઉન્ટરોની કહાણી જેણે ફિલ્મોના પડદા સુધી જગ્યા બનાવી...
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
મેષ (અ,લ,ઇ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. કુટુંબ સુક જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી....Read More