રામનાથ કોવિંદ ૧૪માં રાષ્ટ્રપતિ બન્યા : ૨૫મીએ શપથવિધિ થશે

એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારણા પ્રમાણે જ જારદાર સપાટો બોલાવ્યો હતો. કોવિન્દ હવે ૨૫મી જુલાઇના દિવસે દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. કોવિંદે યુપીએના ઉમેદવાર મીરા કુમારન ૩૪.૩૫ ટકા મતથી હાર આપી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતી ગયા બાદ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે તેઓ તેમને ટેકો અન સમર્થન આપવા માટે તમામનો આભાર માને છે. ૧૭મી જુલાઇના દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયુ હતુ. મતગણતરીની પ્રક્રિયા આજે સવારે શરૂ થયા બાદ ભારે ઉત્સુકતા શરૂઆતથી દેખાઇ હતી.

આખરે ધારણા પ્રમાણે જ કોવિંદે બાજી મારી હતી. સવારે ૧૧ વાગ સંસદ ભવનમાં મતગણતરીની શરૂઆત થઇ હતી. નવા રાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા માટે આશરે ૯૯ ટકા મતદાન થયુ હતુ. મતગણતરીમાં કોવિંદને ૬૫.૬૫ ટકા મત મળ્યા હતા. જ્યારે યુપીએના ઉમેદવાર મીરા કુમારને ૩૪.૩૫ ટકા મત મળ્યા હતા. રામનાથ કોવિંદને ૭૦૨૪૪ની કિંમતના ૨૯૩૦ મત મળ્યા હતા જ્યારે મીરાકુમારને ૩૬૭૩૧૪ની કિંમતના ૧૮૪૪ મત મળ્યા હતા. ૭૭ મત અમાન્ય જાહેર થયા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટના રિટ‹નગ ઓફિસર દ્વારા આ મુજબની જાહેરાત કરાઈ હતી.

૧૭મી જુલાઈના દિવસે મતદાન યોજાયું હતું. મતગણતરીની શરૂઆત થયા બાદ શરૂઆતથી જ રામનાથ કોવિંદે મીરાકુમાર ઉપર લીડ મેળવી લીધી હતી. પ્રથમ રાઉન્ડમાં કોવિંદને ૬૦૬૮૩ વોટ વેલ્યું મળ્યા હતા જ્યારે મીરાકુમારના ખાતામાં ૨૨૯૪૧ વોટ વેલ્યુ ગયા હતા. પ્રથમ રાઉન્ડના આંકડા મુજબ એનડીએ ઉમેદવાર કોવિંદને ૫૫૨ સાંસદોએ મત આપ્યા હતા જ્યારે મીરાકુમારની તરફેણમાં ૨૨૫ સાંસદોએ મત આપ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધારે વોટ હાસલ કરનારથી જીત નક્કી થતી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એજ જીતે છે જે સાંસદો અને ધારાસભ્યોના કુલ વેટેડ પૈકી અડધાથી વધારે હિસ્સો મેળવી લે છે. ૨૫મી જુલાઈના દિવસે તેઓ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

અત્રે નોંધનીય છે કે, દેશના ૧૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૧૭મી જુલાઈના દિવસે સાનુકુળ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના ઉમેદવાર મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા હતી.૨૦૧૨માં છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રણવ મુખર્જીએ પીએ સાંગ્માને હાર આપી હતી અને ૬૯ ટકાથી વધારે મત મેળવ્યા હતા. બેલેટ પેપરો સવારે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. સાંસદોને ઇલેક્ટોરલ કોલેજમાં તેમના સિરિયલ નંબરની માહિતી આપી દેવામાં આવી હતી. મતદાનના અંતે બેલેટ બોક્સ સોમવાર સાંજથી સંસદીય ગૃહમાં લાવવાની શરૂઆત થઇ હતી.

મતદાનની પ્રક્રિયા પુરી થયા બાદ મત પેટીઓને દિલ્હી લાવવામાં આવી હતી. વિમાની મથકથી સીધીરીતે બેલેટ પેપરોને દિલ્હી લાવવામાં આવ્યા બાદ સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદ અને મીરાકુમાર વચ્ચે મુખ્ય સ્પર્ધા હતી. બંને દલિત સમુદાયમાંથી રહેલા છે. બંને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટેના પોતપોતાની રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના પૂર્વ રાજ્યપાલ કોવિંદ મીરાકુમારથી આગળ રહ્યા હતા. જનતાદળ યુનાઈટેડ, બીજુ જનતાદળ દ્વારા પણ તેમને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.

એક સમયે ભાજપની સાથે રહેલા આ બંને પક્ષો કોવિંદની તરફેણમાં મતદાન કરવા તૈયાર થયા હતા. બીજી બાજુ યૂપીએના ઉમેદવાર મીરાકુમારને કોંગ્રેસ સહિત ૧૮ વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો પરંતુ આજે તેમની હાર થઇ હતી. એનડીએના ઉમેદવારની તરફેણમાં ૫૨૨ સાંસદોએ મત આપ્યા હતા જ્યારે મીરા કુમારની તરફેણમાં ૨૨૨ સાંસદોએ મત આપ્યા હતા. કોવિંદ અને મીરાકુમાર વચ્ચે સીધી સ્પર્ધા હતી. કોવિંદને ૨૨૪૯૦ મત અને મીરુકુરમાને ૧૮૬૬૭ મત મળ્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope