રાજ્યમાં બે દિનમાં વરસાદના મેઘ તાંડવથી કુલ નવના મોત

ગુજરાત રાજયમાં છેલ્લા બે દિવસના વરસાદી મેઘતાંડવ અને જળપ્રલયમાં કુલ નવ વ્યકિતઓના મોત નીપજયા હોવાનું સામે આવ્યું છે, જયારે સરકારી આંકડા મુજબ, વરસાદી પાણીમાં ફસાયેલા બે હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તો સેંકડો પશુધન પણ આ જળપ્રલયમાં ભોગ બન્યું હોવાનું જાણવા મળે છે. છેલ્લા બે દિવસના રાજયભરમાં વરસાદી અતિવૃષ્ટિ બાદ ચાલુ વર્ષે ચોમાસાની સીઝનનો કુલ ૩૮ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે.

વરસાદી મેઘતાંડવ અને જળપ્રલયના કારણે રાજયના હજુ પણ સંખ્યાબંધ ધોરીમાર્ગો સહિતના માર્ગો બંધ હોવાના કારણે ૫૫૦થી વધુ એસટી બસોની ટ્રીપો રદ કરવામાં આવી હતી, જેના કારણે હજારો મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. રાજયમાં સને ૧૯૮૭થી લઇ ૨૦૧૬ સુધીના સરેરાશ વરસાદ ૮૧૦ મી.મીની સામે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન તા.૧૬મી જૂલાઇ સુધીમાં કુલ ૩૦૩ મી.મીથી વધુ વરસાદ એટલે કે, કુલ ૩૭.૪૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે તા.૧૬મી જૂલાઇ સુધીમાં માત્ર ૨૧.૨૦ ટકા વરસાદ નોંધાયો હતો.

રાજયમાં છેલ્લા બે દિવસના વરસાદી મેઘતાંડવ અને જળપ્રલયની પરસ્થિતિમાં કુલ નવ વ્યકિતઓના મોત નીપજયા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામના એક, બનાસકાંઠાના દાંતીવાડાના ગુંદરી ગામે એક, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સિસોદરા ગામે એક, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના જેતકુવા ગામે એક, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધમરાસણ ગામે એક, ગીર-સોમનાથના ઉના તાલુકાના કોલવાણ ગામે એક, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાપરડા ગામે એક, જામનગર જિલ્લાના કોજા ગામે એક અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક એમ મળી કુલ નવ વ્યકિતઓના મોત નીપજયા હતા. જા કે, રાજયનો આ મૃત્યુઆંક હજુ વધી શકે તેવી પૂરી શકયતા છે.

રાજયના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકના સંખ્યાબંધ વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ હોવાથી તેમ જ રાજય ધોરી માર્ગ સહિતના કેટલાય માર્ગો હજુ પણ ઉંડા પાણીમાં ડૂબેલા હોવાના કારણે તંત્ર દ્વારા આજે એસટી બસ સેવાની ૫૫૦થી વધુ ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેના કારણે હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો ભોગ બનવુ પડયું હતું. રાજયના કંઇક કેટલાય માર્ગો, કોઝ વે, બ્રીજ સહિતના માર્ગો તુટી ગયા છે અથવા તો બિસ્માર થઇ ગયા છે. જેના કારણે રાજયનો વાહનવ્યવહાર બહુ ખરાબ રીતે અસર પામ્યો છે. રાજયના કેટલાય માર્ગો પર હજુ પણ વાહનવ્યવહાર ઠપ્પ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope